પરિચય

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

 • સ્થાપન-સંબંધિત નોંધો

 • ટેક્નોલોજી પૂર્વદર્શન

 • જાણીતા મુદ્દાઓ

 • સામાન્ય જાણકારી

 • ડ્રાઈવર સુધારા કાર્યક્રમ

 • આંતરરાષ્ટ્રિયકરણ

 • કર્નલ નોંધો

Red Hat Enterprise Linux 5 પરના અમુક સુધારાઓ પ્રકાશન નોંધોની આ આવૃત્તિમાં દેખાશે નહિં. પ્રકાશન નોંધોની સુધારાયેલ આવૃત્તિ નીચેની URL આગળ પણ ઉપલબ્ધ હશે:

http://www.redhat.com/docs/manuals/enterprise/RHEL-5-manual/index.html

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ વિશે લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

નોંધ

પહેલાથી-સ્થાપિત Red Hat Enterprise Linux સુધારવા માટે, તમારે પેકેજો કે જે બદલાયેલ છે તેમને સુધારવા માટે Red Hat Network વાપરવું જ જોઈએ.

Red Hat Enterprise Linux 5 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 4 ની તાજેતરની આવૃત્તિ માંથી Red Hat Enterprise Linux 5 માં રૂપાંતરિત કરવા માટે તમે એનાકોન્ડા વાપરી શકો.

જો તમે Red Hat Enterprise Linux 5 CD-ROM (નેટવર્ક-આધારિત સ્થાપનની તૈયારી માટે, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે જ CD-ROM ની નકલ કરવાનું ભૂલશો નહિં. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROM માંની કોઈની પણ નકલ કરશો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય દિશા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે. આ CD-ROM એ Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ સ્થાપિત થવી જોઈએ.

ISO સમાવિષ્ટો અને રજીસ્ટ્રેશન

સોફ્ટવેર ઘટક પેકેજોને ઉત્પાદન-લગતા ચલોમાં સમાવેશ Red Hat Enterprise Linux ની પહેલાંની આવૃત્તિથી બદલાઈ ગયેલ છે. અલગ અલગ ચલો અને ISO ઈમેજોની કુલ સંખ્યા હવે બેમાં ઘટી ગયેલ છે:

 • Red Hat Enterprise Linux 5 સર્વર

 • Red Hat Enterprise Linux 5 ક્લાઈન્ટ

ISO ઈમેજો ઘણી બધી વૈકલ્પિક રીપોઝીટરીઓ માટે સોફ્ટવેર પેકેજો સમાવે છે કે જે મૂળ વિતરણ ઉપર વધારાના વિધેય પૂરા પાડે છે, જેમ કે વર્ચ્યુઅલાઈઝેશન, ક્લસ્ટરીંગ અથવા ક્લસ્ટર સંગ્રહ. સર્વર ચલો, ક્લાઈન્ટ ચલો અને ઉપલબ્ધ વિકલ્પો વિશે વધુ જાણકારી મેળવવા માટે, મહેરબાની કરીને http://www.redhat.com/rhel/ નો સંદર્ભ લો.

એક જ વૃક્ષ અથવા ISO ઈમેજમાં વૈકલ્પિક સમાવિષ્ટ સાથે, સ્થાપન માટે તક આપવામાં આવેલ ઘટકો અને ઉમેદવારી દ્વારા આવરવામાં આવેલ બધા વચ્ચે ખોટી જોડણીને ટાળવાનું મહત્વનું છે. આવી ખોટી જોડણી ભૂલ અને નબળાઈ જોખમોના વધારાના દેખાવામાં પરિણમી શક્યું હશે.

પૂરા પાડવામાં આવેલ ઘટકો ઉમેદવારી સાથે સુમેળ થયેલ છે તેની ખાતરી કરવા માટે, Red Hat Enterprise Linux 5 માટે સ્થાપન નંબર દાખલ કરવાની જરૂર પડશે કે જે સ્થાપકને ખરા પેકેજ સમૂહની તક આપવા માટે રૂપરેખાંકિત કરવા માટે વાપરી શકાશે. આ સ્થાપન નંબર એ તમારી ઉમેદવારીમાં સમાવવામાં આવેલ છે.

જો તમે સ્થાપન નંબર દાખલ કરવાનું ટાળો, તો આ મૂળ સર્વર અથવા ડેસ્કટોપ સ્થાપનમાં પરિણમશે. વધારાના વિધેયો પછીથી જાતે ઉમેરી શકાશે. સ્થાપન નંબરો વિશે વધુ જાણકારી માટે, મહેરબાની કરીને http://www.redhat.com/apps/support/in.html નો સંદર્ભ લો.

સ્થાપન પ્રક્રિયા દરમ્યાન વાપરવામાં આવતો સ્થાપન નંબર /etc/sysconfig/rhn/install-num માં સંગ્રહવામાં આવશે. જ્યારે Red Hat Network સાથે રજીસ્ટર કરી રહ્યા હોય, ત્યારે આ ફાઈલ rhn_register દ્વારા કઈ બાળ ચેનલો સાથે સિસ્ટમની ઉમેદવારી થવી જોઈએ તે આપોઆપ નક્કી કરવા માટે સંદર્ભ આપવામાં આવે છે.

નવી RPM GPG સહી કી

નવી પ્રકાશન સહી કી Red Hat Enterprise Linux 5 પેકેજો સહી કરવા માટે વપરાય છે. જ્યારે સિસ્ટમને પ્રથમ સમયે સુધારી રહ્યા હોય, ત્યારે તમને આ કીનું સ્થાપન કરવા માટે પૂછવામાં આવશે.

સહી કીઓ નીચેની ફાઈલોમાં વિતરિત થાય છે:

 • /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-release — નવી પ્રકાશન સહી કી માટે જાહેર કીનો સમાવેશ કરે છે

 • /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-auxiliary — ઓક્ઝીલરી પ્રકાશન સહી કી માટે જાહેર કીનો સમાવેશ કરે છે, વર્તમાનમાં વપરાશમાં નથી

 • /etc/pki/rpm-gpg/RPM-GPG-KEY-redhat-former — પહેલાંની પ્રકાશન સહી કી માટે જાહેર કી સમાવે છે, જૂના Red Hat Enterprise Linux પ્રકાશનો માટે વપરાયેલ છે

Subversion

Red Hat Enterprise Linux 5 માં, Subversion આવૃત્તિ નિયંત્રણ સિસ્ટમ એ Berkeley DB 4.3 વિરુદ્ધ કડી થયેલ છે. જો Red Hat Enterprise Linux 4 માંથી સુધારી રહ્યા હોય અને કોઈપણ Subversion રીપોઝીટરીઓ સિસ્ટમ પર બની ગયેલ હોય કે જે Berkeley DB backend "BDB" (સ્વચ્છ ફાઈલ-સિસ્ટમ આધારિત "FSFS" backend ની જગ્યાએ) વાપરો, તો સુધારા પછી રીપોઝીટરીઓ સુલભ થઈ શકે તે ખાતરી કરવા માટે ખાસ કાળજી લેવામાં આવવી જ જોઈએ. નીચેની પ્રક્રિયા Red Hat Enterprise Linux 4 સિસ્ટમ પર અનુસરવામાં આવવી જ જોઈએ, Red Hat Enterprise Linux 5 માં સુધારવા પહેલાં:

 1. કોઈપણ ચાલી રહેલ પ્રક્રિયાઓ બંધ કરો અને ખાતરી કરો કે કોઈપણ પ્રક્રિયાઓ રીપોઝીટરી વાપરી શકે નહિં (ઉદાહરણ તરીકે, httpd અથવા svnserve અથવા સીધા વપરાશ સાથેના કોઈપણ સ્થાનિક વપરાશકર્તાઓ).

 2. નીચેના આદેશનની મદદથી રીપોઝીટરીનું બેકઅપ બનાવો:

  svnadmin dump /path/to/repository | gzip > repository-backup.gz
  
 3. svnadmin recover આદેશને રીપોઝીટરી પર ચલાવો:

  svnadmin recover /path/to/repository
  
 4. રીપોઝીટરીમાં કોઈપણ નહિં વપરાયેલ લોગ ફાઈલો કાઢી નાંખો:

  svnadmin list-unused-dblogs /path/to/repository | xargs rm -vf
  
 5. રીપોઝીટરીમાં બાકી રહેલ કોઈપણ વહેંચાયેલ-મેમરી ફાઈલો કાઢી નાંખો:

  rm -f /path/to/repository/db/__db.0*
  

અન્ય સ્થાપન નોંધો

 • જ્યારે Red Hat Enterprise Linux 5 ને વિભાજીત સ્થાપન મીડિયા (ઉદાહરણ તરીકે, CD અથવા NFSISO) ની મદદથી સ્થાપિત કરી રહ્યા હોય, ત્યારે amanda-server ના સ્થાપન દરમ્યાન ભૂલ આવે છે.

  આથી, જો તમે amanda-server વાપરવા ઈચ્છો, તો તમારે તેને Red Hat Enterprise Linux 5 સ્થાપિત થઈ જાય પછી yum આદેશની મદદથી સ્થાપિત કરવું જોઈએ.

  નોંધ કરો કે આ મુદ્દો સ્થાપનોને અસર કરતો નથી કે જ્યાં બિન-વિભાજીત મીડિયા વપરાયેલ હોય (ઉદાહરણ તરીકે, DVD અથવા NFS વૃક્ષ સ્થાપનો).

 • જો IDE/PATA (સમાંતર ATA) ઉપકરણો "100% Native" સ્થિતિમાં રૂપરેખાંકિત થયેલ હોય, તો અમુક BIOS એ Red Hat Enterprise Linux 5 સ્થાપન પ્રક્રિયાને સફળતાપૂર્વક સમાપ્ત થવાથી અટકાવી શકે. આવું થવાથી બચવા માટે, IDE/PATA સ્થિતિને "Legacy" તરીકે BIOS માં રૂપરેખાંકિત કરો.

 • IBM System z એ પારંપરિક Unix-શૈલી ભૌતિક કન્સોલ પૂરું પાડતું નથી. આથી, IBM System z માટેનું Red Hat Enterprise Linux 5 એ આરંભિક સ્થાપન કાર્યક્રમને લોડ કરવા દરમ્યાન firstboot વિધેયને આધાર આપતું નથી.

  IBM System z પર Red Hat Enterprise Linux 5 નું સુયોજન યોગ્ય રીતે આરંભ કરવા માટે, સ્થાપન પછી નીચેના આદેશો ચલાવો:

  • /usr/bin/setupsetuptool પેકેજ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે

  • /usr/bin/rhn_registerrhn-setup પેકેજ દ્વારા પૂરું પાડવામાં આવેલ છે

 • સ્થાપન પ્રક્રિયા દરમ્યાન, એનાકોન્ડા કર્નલ પેકેજને સ્થાપિત કરવા માટે આપોઆપ પસંદ કરશે. મૂળભૂત રીતે પસંદ થયેલ કર્નલ Red Hat Enterprise Linux 5 ને 4GB ની RAM કરતાં વધુ મેળવવા માટે પરવાનગી આપતી નથી. આથી, જો તમારી સિસ્ટમને 4GB કરતાં વધુ RAM હોય, તો તમારે સ્થાપન પછી કર્નલનો kernel-PAE ચલ સ્થાપિત કરવાની જરૂર રહેશે.

  નોંધ કરો કે જ્યારે વર્ચ્યુઅલ સ્થાપન કરી રહ્યા હોય ત્યારે આ લાગુ પડે નહિં.

 • જ્યારે એનાકોન્ડાને PXE સાથે ksdevice=bootif પરિમાણ સાથે બુટ કરી રહ્યા હોય, ત્યારે તમે હજુ પણ સ્થાપન દરમ્યાન વાપરવા માટેના ઈથરનેટ ઈન્ટરફેસ માટે પૂછવામાં આવશો. જો માત્ર એક ઈથરનેટ ઉપકરણને પ્લગ ઈન કરવામાં આવેલ હોય, તો તેની જગ્યાએ ksdevice=link પરિમાણ વાપરો. વૈકલ્પિક રીતે, તમે ઈન્ટરફેસ જાતે પણ સ્પષ્ટ કરી શકો છો.

ટેક્નોલોજી પૂર્વદર્શન

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો વર્તમાનમાં Red Hat Enterprise Linux 5 ઉમેદવારી સેવાઓ હેઠળ આધારભૂત નથી, કદાચ વિધેયાત્મક રીતે સંપૂર્ણ નહિં હોય, અને તેઓ ઉત્પાદન વપરાશ માટે યોગ્ય નહિં હોય. છતાં, આ લક્ષણો ગ્રાહકની સુગમતા માટે અને લક્ષણને વધુ વિસ્તાર સાથે પૂરું પાડવા માટે સમાવવામાં આવેલ છે.

ગ્રાહકો આ લક્ષણોને બિન-ઉત્પાદન પર્યાવરણમાં ઉપયોગી મેળવી શકશે. ગ્રાહકો ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો સંપૂર્ણપણે આધારભૂત બને તે પહેલાં તેમના માટે વળતર આપવા માટે અને વિધેયાત્મક સૂચનો આપવા માટે પણ સ્વતંત્ર છે. ત્રુટિસૂચીઓ ઊંચા-ઉગ્ર સુરક્ષા મુદ્દાઓ માટે પૂરી પાડવામાં આવશે.

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણના વિકાસ દરમ્યાન, વધારાના ઘટકો ચકાસણી માટે જાહેર રીતે ઉપલબ્ધ બનશે. ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણોને ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણપણે આધાર આપવા માટેનો Red Hat નો આ હેતુ છે.

Stateless Linux

Red Hat Enterprise Linux 5 ના આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ છે કે જે Stateless Linux માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટુકડાઓ સક્રિય કરે છે. Stateless Linux એ કેવી રીતે સિસ્ટમ ચાલવી જોઈએ અને વ્યવસ્થાપિત થવી જોઈએ તેના વિશે વિચારવાનો નવો રસ્તો છે, તેમને સરળતાથી બદલી શકાય તેવી બનાવવા માટે મોટી સંખ્યાની સિસ્ટમોના બચાવ અને વ્યવસ્થાપનને સરળ કરવા માટે રચાયેલ છે. આ તૈયાર થયેલ સિસ્ટમ ઈમેજો અધિષ્ઠાપિત કરીને પ્રાથમિક રીતે પરિપૂર્ણ કરી શકાય છે કે જેની નકલ બનાવી શકાય અને મોટી સંખ્યાની stateless સિસ્ટમો પર વ્યવસ્થાપિત કરી શકાય, ઓપરેટિંગ સિસ્ટમને માત્ર વાંચી શકાય તેવી રીતે ચલાવીને (વધુ વિગતો માટે /etc/sysconfig/readonly-root નો સંદર્ભ લો).

તેના વિકાસની વર્તમાન આવૃત્તિમાં, Stateless લક્ષણો હેતુવાળા ધ્યેયોના ઉપગણો છે. આ રીતે, ક્ષમતા એ ટેક્નોલોજી પૂર્વદર્શન પરિસ્થિતિ તરીકે લેબલ કરવામાં આવેલ છે.

નીચે Red Hat Enterprise Linux 5 માં સમાવવામાં આવેલ આરંભિક ક્ષમતાઓની યાદી છે:

 • stateless ઈમેજને NFS પર ચલાવવાનું

 • NFS ઉપર લુપબેક મારફતે પરિસ્થિતિવીહિન ઈમેજ ચલાવવાનું

 • iSCSI પર ચલાવવાનું

એ ખૂબ આગ્રહણીય છે કે જેઓ stateless કોડમાં રસ ધરાવતા હોય તેઓ http://fedoraproject.org/wiki/StatelessLinuxHOWTO આગળના HOWTO વાંચે અને stateless-list@redhat.com માં જોડાય.

GFS2

GFS2 એ GFS ફાઈલ સિસ્ટમ પર આધારિત ઉત્ક્રાંતિવાળું ઉન્નતીકરણ છે. જ્યારે સંપૂર્ણપણે વિધેયાત્મક હોય, ત્યારે GFS2 એ હજુ સુધી ઉત્પાદન માટે તૈયારી માનવામાં આવતું નથી. GFS2 એ Red Hat Enterprise Linux 5 ના આવતા સુધારાઓ માટે સંપૂર્ણપણે આધારભૂત લક્ષ્ય રાખવામાં આવે છે. ત્યાં જગ્યાની રૂપાંતરણ ઉપયોગીતા પણ છે, gfs2_convert, કે જે જૂના GFS ફાઈલ સિસ્ટમ બંધારણની મેટાડેટા સુધારી શકે છે, તેને GFS2 ફાઈલ સિસ્ટમમાં રૂપાંતરિત કરીને.

FS-Cache

FS-Cache એ દૂરસ્થ ફાઈલ સિસ્ટમો માટે સ્થાનીય કેશીંગ સેવા છે કે જે વપરાશકર્તાઓને સ્થાનીય રીતે માઉન્ટ કરેલ ડિસ્ક પર NFS માહિતી કેશ કરવા માટે પરવાનગી આપે છે. FS-Cache સેવા સુયોજિત કરવા માટે, cachefilesd RPM સ્થાપિત કરો અને /usr/share/doc/cachefilesd-<version>/README માંના સૂચનોનો સંદર્ભ લો.

<version> ને cachefilesd પેકેજની સ્થાપિત થયેલ આવૃત્તિ સાથે બદલો.

Compiz

Compiz એ OpenGL-આધારિત કમ્પોઝીટીંગ વિન્ડો વ્યવસ્થાપક છે. નિયમિત વિન્ડો વ્યવસ્થાપન સાથે વધુમાં, compiz એ કમ્પોઝીટીંગ વ્યવસ્થાપક તરીકે પણ કામ કરે છે, ઓછા તફાવત સાથે સરસ ડેસ્કટોપ પૂરી પાડવા માટે સંપૂર્ણ ડેસ્કટોપ ફરી દોરવા માટે તાલમેલ કરવામાં અને સુમેળ કરવામાં પણ કામ કરે છે.

Compiz એ અસરો જેવી કે જીવંત થમ્બનેઈલ વિન્ડો અને વિન્ડો ડ્રોપ પડછાયાઓ, એનીમેટ થયેલ વિન્ડો ન્યૂનતમ બનાવવાનું અને વર્ચ્યુઅલ ડેસ્કટોપ વચ્ચે રૂપાંતરણ માટે 3D હાર્ડવેર પ્રવેગક વાપરે છે.

વર્તમાન રેન્ડરીંગ આર્કીટેક્ચરમાં મર્યાદાઓને કારણે, compiz સીધા રેન્ડરીંગ OpenGL કાર્યક્રમો અથવા Xv એક્સટેન્સન વાપરતા કાર્યક્રમો સાથે યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આવા કાર્યક્રમો નુકસાનરહિત રેન્ડરીંગ આર્ટીફેક્ટ પેદા કરશે; આના કારણે, compiz વર્તમાનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન છે.

Ext3 માટે ઉન્નતીકરણ

Red Hat Enterprise Linux 5 માં, EXT3 ફાઈલ સિસ્ટમ ક્ષમતા 8TB ની બહારની ક્ષમતામાંથી 16TB ના મહત્તમ માપ સુધી વિસ્તૃત થઈ ગયેલ છે. આ ક્ષમતા એ ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે, અને તે Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણ આધાર માટે લક્ષ્ય બનાવાયેલ છે.

AIGLX

AIGLX એ સંપૂર્ણપણે આધારિત X સર્વરનું ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણ છે. તે GL-પ્રવેગીય અસરોને પ્રમાણભૂત ડેસ્કટોપ પર સક્રિય કરવાનું ધ્યેય રાખે છે. પ્રોજેક્ટ નીચેનાનો સમાવેશ કરે છે:

 • થોડું સુધારેલ X સર્વર

 • સુધારાયેલ Mesa પેકેજ કે જે નવો પ્રોટોકોલ આધાર ઉમેરે છે

આ ઘટકો સ્થાપિત કરીને, તમારી પાસે તમારી ડેસ્કટોપ પર ખૂબ થોડા ફેરફારો સાથેની GL-પ્રવેગીય અસરો હોઈ શકે, સાથે સાથે તેમને જરૂરીયાત પ્રમાણે તમારું X સર્વર બદલ્યા વિના સક્રિય અને નિષ્ક્રિય કરવાની સક્ષમતા હોય છે. AIGLX એ દૂરસ્થ GLX કાર્યક્રમોને હાર્ડવેર GLX પ્રવેગકનો લાભ ઉઠાવવા માટે કાર્યક્રમોને સક્રિય પણ કરે છે.

Frysk GUI

frysk પ્રોજેક્ટનો ધ્યેય એ હોશિયાર, વિતરિત, હંમેશા-ચાલુ સિસ્ટમ મોનીટરીંગ અને ડિબગીંગ સાધન બનાવવાનો છે કે જે વિકાસકર્તાઓ અને સિસ્ટમ સંચાલકોને આ પરવાનગી આપે:

 • ચાલી રહેલ પ્રક્રિયાઓ અને થ્રેડો મોનીટર કરવા (ઘટનાઓની બનાવટ અને વિનાશનો સમાવેશ કરીને)

 • લોકીંગ પ્રીમીટીવોનો વપરાશ મોનીટર કરવો

 • ડેડલોક જાહેર કરવા

 • માહિતી મેળવવી

 • યાદીમાંથી કોઈપણ પ્રક્રિયા કરીને ડિબગ કરવી કે frysk ને પ્રક્રિયા પરનો સ્રોત કોડ (અથવા અન્ય) વિન્ડો ખોલવા માટે પરવાનગી આપવી કે જે ભાંગી રહ્યો હોય કે ખોટું વર્તન કરી રહ્યો હોય

Red Hat Enterprise Linux 5 માં frysk ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ ટેક્નોલોજી પૂર્વદર્શન છે, જ્યારે frysk આદેશ વાક્ય ઈન્ટરફેસ સંપૂર્ણપણે આધારભૂત છે.

Systemtap

Systemtap ચાલી રહેલ Linux સિસ્ટમ વિશે જાણકારી મેળવવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરળ બનાવવા માટે મુક્ત સોફ્ટવેર (GPL) પૂરું પાડે છે. આ પ્રભાવ અથવા વિધેયાત્મક સમસ્યાની તપાસ કરવામાં સહાય કરે છે. systemtap ની મદદથી, વિકાસકર્તાઓને લાંબા સમય સુધી જટિલ અને ભંગાણજનક વાજિંત્રમાંથી જવાની જરૂર નથી, પુનઃકમ્પાઈલ કરવા, સ્થાપન કરવા અને રીબુટ કરવા કે જે કદાચ માહિતી એકઠી કરવા માટે જરૂરી હોય.

Dogtail

Dogtail એ Python માં લખાયેલ GUI ચકાસણી સાધન અને ઓટોમેશન ફ્રેમવર્ક છે કે જે ડેસ્કટોપ કાર્યક્રમો સાથે સંપર્કવ્યવહાર કરવા માટે સુલભતા ટેક્નોલોજીઓ વાપરે છે.

ભારતીય ભાષાઓ અને સિંહાલી માટે આધાર

Red Hat Enterprise Linux 5 નીચેની ભાષાઓ માટે ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકેના આધારના લક્ષણો પણ સમાવે છે:

 • આસામી

 • કન્નડા

 • સિંહાલી

 • તેલુગુ

આ ભાષાઓ માટેનો આધાર કેવી રીતે સ્થાપિત કરવો અને સક્રિય કરવો તેના વિશે વધુ જાણકારી માટે, આ દસ્તાવેજના આંતરરાષ્ટ્રિયકરણ વિભાગનો સંદર્ભ લો.

dm-multipath ઉપકરણોમાં સ્થાપન કરી રહ્યા છીએ

એનાકોન્ડાને હવે dm-multipath ઉપકરણો શોધવાની, બનાવવાની, અને તેમાં સ્થાપન કરવાની ક્ષમતા છે. આ લક્ષણ સક્રિય કરવા માટે, કર્નલ બુટ વાક્યમાં mpath પરિમાણ ઉમેરો.

નોંધ કરો કે પરિમાણ mpath એ બુટ નિષ્ફળતા પેદા કરી શકશે જો ઉપકરણનો major:minor નંબર બદલાય. આ મુદ્દો Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

iSCSI સોફ્ટવેર આરંભ કરનાર માટે સ્થાપન / બુટ (open-iscsi)

એનાકોન્ડા હવે iSCSI ઉપકરણ પર સ્થાપન કરવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. બુટ કરવાનું અને સ્થાપન એ QLogic qla4xxx હાર્ડવેર આરંભ કરનાર સાથે સંપૂર્ણપણે આધારભૂત છે. છતાં, open-iscsi સોફ્ટવેર આરંભ કરનાર માટે iSCSI ઉપકરણ પર સ્થાપન કરવા માટેની ક્ષમતા વર્તમાનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમજવામાં આવે છે, નીચેના મુદ્દાઓને કારણે:

 • લખાણ સ્થિતિ સ્થાપન પૂર્ણ થયું નહિં. તમારે ગ્રાફિકવાળું સ્થાપન જ કરવું પડશે, અથવા આપોઆપ થતું કિકસ્ટાર્ટ સ્થાપન.

 • મીડિયા-આધારિત સ્થાપનો સમાપ્ત થતા નથી. તમારે નેટવર્ક-આધારિત સ્થાપન કરવું જ પડશે.

 • ઘટનાઓના સમય પર આધાર રાખીને, એનાકોન્ડા બધા iSCSI લક્ષ્યો અથવા LUN શોધવા માટે અસમર્થ હશે. જ્યારે આવું થાય, ત્યારે iSCSI આદેશો મારફતે સંગ્રહ રૂપરેખાંકિત કરવા માટે સ્થાપક શેલ વાપરો.

 • iscsid ડિમન યોગ્ય રીતે શરૂ થશે નહિં. આવો ફેરો સિસ્ટમને બધી iSCSI ભૂલો સંભાળવાથી અટકાવશે, જેમ કે નેટવર્ક સમસ્યાઓ, SCSI/iSCSI સમયસમાપ્તિઓ, અને લક્ષ્ય ભૂલો. iscsid ડિમન ચાલી રહ્યું છે તેની ખાતરી કરવા માટે, iscsiadm -m session -i આદેશ ચલાવો અને તે લીટી ચકાસો, Internal iscsid Session State: મૂલ્યનો અહેવાલ આપશે (તે કોઈપણ મૂલ્ય હોઈ શકે).

 • ચોક્કસ iSCSI લક્ષ્ય અમલીકરણો પર, સિસ્ટમ બંધ કરવા દરમ્યાન અટકી જશે.

 • ચોક્કસ iSCSI લક્ષ્ય અમલીકરણો પર, સિસ્ટમ રીબુટ કરવા દરમ્યાન અટકી જશે. આને ટાળવા માટે, સિસ્ટમ બંધ કરો અને તેને ફરીથી બુટ કરો (સત્રમાંથી સીધું જ રીબુટ કરવાની જગ્યાએ).

 • IBM System p પર iSCSI ઉપકરણોમાંથી બુટ કરવાનું રાહતમય રીતે કામ કરતું નથી. જ્યારે iSCSI ઉપકરણ પરનું સ્થાપન સફળ થઈ જવાનું દેખાશે, ત્યારે પરિણામી સ્થાપન યોગ્ય રીતે બુટ થશે નહિં.

 • સ્થાપન પછી પ્રથમ બુટ પર, તમે નીચેના જેવી SELinux ભૂલો મેળવશો:

  kernel: audit(1169664832.270:4): avc: denied { read
  } for pid=1964 comm="iscsid" 
  

  આને ઉકેલવા માટે, સિસ્ટમને કર્નલ પરિમાણ enforcing=0 સાથે બુટ કરો. એકવાર સિસ્ટમ યોગ્ય રીતે બુટ થઈ જાય, પછી દબાણ સ્થિતિ પુનઃસંગ્રહવા માટે setenforce 1 આદેશ વાપરો.

આ મર્યાદાઓ ભવિષ્યના Red Hat Enterprise Linux 5 સુધારામાં સંબોધવામાં આવશે.

જાણીતા મુદ્દાઓ

 • યજમાન બસ એડેપ્ટરો કે જે MegaRAID ડ્રાઈવર વાપરે છે તે "મોટો સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જ જોઈએ, નહિં કે "I2O" ઈમ્યુલેશન સ્થિતિમાં. આમ કરવા માટે, નીચેના પગલાંઓ અનુસરો:

  1. MegaRAID BIOS Set Up ઉપયોગીતા દાખલ કરો.

  2. એડેપ્ટર સુયોજનો મેનુ દાખલ કરો.

  3. અન્ય એડેપ્ટર વિકલ્પો હેઠળ, ઈમ્યુલેશન પસંદ કરો અને તેને મુખ્ય સંગ્રહ માં સુયોજિત કરો.

  જો એડેપ્ટર એ અયોગ્ય રીતે "I2O" ઈમ્યુલેશનમાં સુયોજિત થયેલ હોય, તો સિસ્ટમ i2o ડ્રાઈવર લોડ કરશે. આ નિષ્ફળ જશે, અને યોગ્ય ડ્રાઈવર લોડ કરવાથી અટકાવશે.

  પહેલાંના Red Hat Enterprise Linux પ્રકાશનો સામાન્ય રીતે I20 ડ્રાઈવરને MegaRAID ડ્રાઈવર પહેલાં લોડ કરતા નથી. આના સંદર્ભે, હાર્ડવેર જ્યારે Linux સાથે વપરાય ત્યારે હંમેશા "મુખ્ય સંગ્રહ" ઈમ્યુલેશન સ્થિતિમાં સુયોજિત થયેલ હોવું જોઈએ.

 • જ્યારે તમે સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ vcpus=2 સાથે રૂપરેખાંકિત થયેલ મહેમાનને સ્થાપિત કરો, તો સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન બુટ કરવા માટે કારણ વિનાનો લાંબો સમય લેશે.

  આ ઉકેલવા માટે, ધીમેથી બુટ થતા મહેમાનને xm destroy <guest id> આદેશની મદદથી નષ્ટ કરો અને પછી એ જ મહેમાનને પછીથી શરૂ કરવા માટે xm create <guest id> વાપરો.

 • Red Hat Enterprise Linux 5 એ openmpi-1.1.1-4.el5 (OFED 1.1 વિતરણમાંથી) નો સમાવેશ કરે છે, કે જે ઘટનાકીય રીતે સંપૂર્ણપણે કામ કરતું બંધ થઈ ગયેલ મળી આવ્યું છે. openmpi સ્ટેક ઈચ્છા અનુસાર કામ કરે પછી આ બદલાતા સમયના જથ્થા માટે થાય છે.

  openmpi ની સુધારાયેલ આવૃત્તિઓ માટે, મહેરબાની કરીને http://people.redhat.com/dledford/Infiniband/openmpi ચકાસો

 • Windows Server 2003 ને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ Red Hat Enterprise Linux 5 સિસ્ટમ પર સ્થાપિત કરવાનું પ્રથમ તબક્કાનું સ્થાપન સમાપ્ત કર્યા પછી અનિચ્છનીય રીતે અંત થાય છે. જ્યારે આવું થાય, ત્યારે ગ્રાફિકવાળી કન્સોલ વિન્ડો બંધ થાય છે, અને મહેમાન વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપક ની મશીનોની યાદીમાંથી અદૃશ્ય થઈ જાય છે, જે ભાંગેલ પાઈપ ભૂલમાં પરિણમે છે.

  આ મુદ્દો આવી રહેલ Red Hat Enterprise Linux 5 સુધારામાં ઉકેલવામાં આવશે. આનો ઉકેલ લાવવા માટે, નીચેનો આદેશ ટર્મિનલ પર વાપરો:

  xm create /etc/xen/<name of guest machine>

  પછીથી, વર્ચ્યુઅલ મશીન ખોલો.

 • જ્યારે CD / DVD માંથી સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ Windows Server 2003 બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, ત્યારે બીજા પગલાંનું મહેમાન સ્થાપન રીબુટ કરવા પર ચાલુ થશે નહિં.

  આનો ઉકેલ લાવવા માટે, CD / DVD ઉપકરણ માટે પ્રવેશ યોગ્ય રીતે ઉમેરીને /etc/xen/<name of guest machine> માં ફેરફાર કરો.

  જો સાદી ફાઈલમાં સ્થાપન વર્ચ્યુઅલ ઉપકરણ તરીકે વાપરવામાં આવે, તો /etc/xen/<name of guest machine> ની disk લીટી નીચેના જેવી વંચાશે:

  disk = [ 'file:/PATH-OF-SIMPLE-FILE,hda,w']
  

  યજમાન પર /dev/dvd તરીકે સ્થિત થયેલ DVD-ROM ઉપકરણ સ્થાપનના તબક્કા ૨ માં hdc તરીકે 'phy:/dev/dvd,hdc:cdrom,r' જેવો પ્રવેશ ઉમેરીને ઉપલબ્ધ બનાવી શકાય છે. જેમ કે, ડિસ્ક લીટી હવે નીચે બતાવ્યા અનુસાર વંચાવી જોઈએ:

  disk = [ 'file:/opt/win2003-sp1-20061107,hda,w', 'phy:/dev/dvd,hdc:cdrom,r']
  

  વાપરવા માટેનો ચોક્કસ ઉપકરણ પાથ તમારા હાર્ડવેર પર આધાર રાખીને બદલાઈ શકશે.

 • rmmod xennetdomU ને ભાંગવાનું કારણ બને છે; આ વર્ચ્યુઅલાઈઝેશન લક્ષણમાં ગ્રાન્ટ ટેબલ મુદ્દાને કારણે થાય છે. ગ્રાન્ટ ટેબલ પ્રક્રિયાઓને અસુમેળ રીતે પ્રકાશિત કરવાના વર્ચ્યુઅલાઈઝેશનના લક્ષણની અસમર્થતાને કારણે, xennet મોડ્યુલને મહેમાનોમાં અનલોડ કરવાનું અસુરક્ષિત છે. આવી પરિસ્થિતિઓમાં, ગ્રાન્ટ ટેબલો પાશ્વ-અગ્ર સંપર્કવ્યવહાર કરવા માટે વાપરવામાં આવે છે, અને ત્યાં કોઈ ગેરેંટી નથી કે પાશ્વ સંદર્ભોને પ્રકાશિત કરશે, જે ટાળી નહિં શકાય તેવા મેમરી છિદ્રમાં પરિણમે છે.

  આ મુદ્દો Red Hat Enterprise Linux 5 ના આગળના નાના પ્રકાશનમાં ઉકેલાઈ જશે. હાલમાં, વપરાશકર્તાઓને મહેમાનોમાં xennet મોડ્યુલ લોડ નહિં કરવાની સલાહ આપવામાં આવે છે.

 • ethtool eth0 ચલાવવાનું ઈથરનેટ કાર્ડ સુયોજનો વિશે અપૂર્ણ જાણકારી આઉટપુટ કરે છે. આ માત્ર વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ ચલાવી રહેલ સિસ્ટમોમાં થાય છે, કારણ કે વર્ચ્યુઅલાઈઝેશન લક્ષણ નેટવર્કીંગ સુયોજન વાપરે છે કે જ્યાં ભૌતિક ઈથરનેટ ઉપકરણ peth0 તરીકે ઓળખાય છે. આથી, ભૌતિક ઈથરનેટ ઉપકરણ વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય આદેશ ethtool peth0 છે.

 • જ્યારે Red Hat Enterprise Linux 5 ને nVidia CK804 ચિપસેટ સ્થાપિત થયેલ મશીન પર વાપરી રહ્યા હોય, ત્યારે તમે નીચેના જેવા કર્નલ સંદેશાઓ મેળવશો:

  kernel: assign_interrupt_mode Found MSI capability
  kernel: pcie_portdrv_probe->Dev[005d:10de] has invalid IRQ. Check vendor BIOS
  

  આ સંદેશાઓ સૂચવે છે કે ચોક્કસ PCI-E પોર્ટો IRQ ની અરજી કરતા નથી. આગળ, આ સંદેશાઓ, કોઈપણ રીતે, મશીનની પ્રક્રિયાને અસર કરતા નથી.

 • અમુક Cisco Aironet વાયરલેસ ઉપકરણ NetworkManager ને વાયરલેસ નેટવર્કો માટેની જોડાણ વિગતો સંગ્રહવાથી અટકાવે છે કે જે SSID બ્રોડકાસ્ટ કરતું નથી. આ Cisco Aironet વાયરલેસ ઉપકરણ ફર્મવેર મર્યાદાને કારણે થાય છે.

 • લેપટોપ કે જેઓને Cisco Aironet MPI-350 વાયરલેસ કાર્ડ લગાવેલ હોય તે વાયરવાળા ઈથરનેટ પોર્ટ પર નેટવર્ક-આધારિત સ્થાપન દરમ્યાન DHCP સરનામું મેળવતી વખતે અટકશે.

  આના ઉકેલ માટે, તમારા સ્થાપન માટે સ્થાનીક મીડિયા વાપરો. વૈકલ્પિક રીતે, તમે સ્થાપન પહેલાં લેપટોપ BIOS માં વાયરલેસ નિષ્ક્રિય કરી શકો (તમે સ્થાપન સમાપ્ત કર્યા પછી વાયરલેસ કાર્ડ પુનઃ-સક્રિય કરી શકો છો).

 • વર્તમાનમાં, system-config-kickstart પેકેજ પસંદગી અને નાપસંદગીને આધાર આપતું નથી. જ્યારે system-config-kickstart વાપરી રહ્યા હોય, ત્યારે પેકેજ પસંદગી વિકલ્પ સૂચવે છે કે તે નિષ્ક્રિય કરવામાં આવેલ છે. આવું એટલા માટે છે કારણ કે system-config-kickstart એ જૂથ જાણકારી મેળવવા માટે yum વાપરે છે, પરંતુ તે Red Hat Network સાથે જોડાણ કરવા માટે yum રૂપરેખાંકિત કરવા માટે અસમર્થ છે.

  આ મુદ્દો વર્તમાનમાં Red Hat Enterprise Linux 5 ના આગળના નાના પ્રકાશન પહેલાં ઉકેલવા માટે તપાસમાં છે. હાલમાં, તમારે તમારી કિકસ્ટાર્ટ ફાઈલોમાં પેકેજ વિભાગો જાતે સુધારવાની જરૂર રહેશે. જ્યારે કિકસ્ટાર્ટ ફાઈલ ખોલવા માટે system-config-kickstart વાપરી રહ્યા હોય, ત્યારે તે તેમાં બધી પેકેજ જાણકારી સાચવશે અને જ્યારે તમે સંગ્રહો ત્યારે તેમાં ફરીથી લખે છે.

 • SATA નિયંત્રકો સાથેની સિસ્ટમો બુટ પ્રક્રિયા દરમ્યાન અટકી જશે, નીચેનો ભૂલ સંદેશો દર્શાવીને:

  ata2: port is slow to respond, please be patient
  

  પછીથી, નીચેના ભૂલ સંદેશાઓ દેખાય છે:

  ata2: reset failed, giving up
  

  નોંધ કરો કે બીજા ભૂલ સંદેશા પછી, સિસ્ટમ સામાન્ય બુટ પ્રક્રિયામાં ચાલુ રાખશે. વિલંબ કર્યા વિના, ત્યાં સિસ્ટમ પર કોઈ અસર થશે નહિં; જ્યાં સુધી SATA ડ્રાઈવો ભૌતિક રીતે હાજર હોય ત્યાં સુધી તેઓ હજુ પણ યોગ્ય રીતે શોધવામાં આવશે.

 • 4-socket AMD Sun Blade X8400 Server Module સિસ્ટમો કે જેઓને node 0 માં મેમરી રૂપરેખાંકિત થયેલ નહિં હોય તેઓ બુટ દરમ્યાન દુઃખાવો આપશે. કર્નલ દુઃખાવાથી બચવા માટે સિસ્ટમો node 0 માં મેમરી સાથે રૂપરેખાંકિત થયેલ હોવી જોઈએ.

 • LVM મીરર ઉપકરણોને એનાકોન્ડા મારફતે સ્થાપિત કરવાનું વર્તમાનમાં આધારભૂત નથી. આ ક્ષમતા Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં ઉમેરવામાં આવશે.

 • જ્યારે Red Hat Enterprise Linux 5 ને Red Hat Enterprise Linux ISO સમાવતા NFS સર્વર પરની ડિરેક્ટરીમાંથી સ્થાપિત કરી રહ્યા હોય, ત્યારે એનાકોન્ડા નીચેનો ભૂલ સંદેશો દર્શાવશે:

  પેકેજ મેટાડેટા વાંચવામાં અસમર્થ. આ ગુમ થયેલ રેપોડેટા ડિરેક્ટરીને કારણે હોઈ શકે. 
  મહેરબાની કરીને ખાતરી કરો કે તમારું સ્થાપન વૃક્ષ યોગ્ય રીતે પેદા થયેલ છે. રીપોઝીટરી 
  માટે repomd.xml ફાઈલ ખોલી/વાંચી શકતા નથી:
  

  જો ISO ઈમેજો સમાવતી ડિરેક્ટરી પણ અંશતઃ પેક થયેલ સ્થાપન વૃક્ષ (ઉદાહરણ તરીકે, પ્રથમ ISO માંથી /images ડિરેક્ટરી) સમાવે તો આ સમસ્યા પેદા થશે. આવી ડિરેક્ટરીઓની હાજરી ઉપર બતાવેલ ભૂલમાં પરિણમે છે.

  આ ભૂલથી બચવા માટે, વૃક્ષોને સ્થાપન ISO ઈમેજો સમાવી રહેલ ડિરેક્ટરી સિવાયની ડિરેક્ટરીમાં જ ખોલો.

 • /var/log/boot.log માં બુટ-સમય લોગીંગ એ Red Hat Enterprise Linux 5 ની આ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી. સમતુલ્ય વિધેય Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં ઉમેરવામાં આવશે.

 • kexec કે kdump માંનું કોઈપણ accraid નિયંત્રક સાથે જોડાયેલ ડિસ્કો પર ડમ્પ કરવા માટે સમર્થ નથી.

  આ મુદ્દો ઉકેલવા માટે, નેટવર્ક ડમ્પીંગ માટે scp વાપરો. વૈકલ્પિક રીતે, તમે અલગ નિયંત્રક મારફતે ડિસ્ક પર ડમ્પ પણ કરી શકશો.

 • જ્યારે ગૌણ Dell મોનીટર સાથે જોડાયેલ ડોકીંગ સ્ટેશન પર IBM T43 લેપટોપ વાપરી રહ્યા હોય, ત્યારે લેપટોપ અને ગૌણ સ્ક્રીન બંને બુટ કરવા પર અયોગ્ય રીઝોલ્યુશનો દર્શાવે છે.

  ભવિષ્યના પ્રવેશો દરમ્યાન આવું થવાથી બચવા માટે, નીચેનાં પગલાંઓ અનુસરો:

  1. system-config-display આદેશની મદદથી ડિસ્પ્લે સુયોજનો મેનુ ખોલો.

  2. દ્વિ હેડ ટેબ ક્લિક કરો.

  3. દ્વિ હેડ વાપરો પસંદ કરો અને ગૌણ મોનીટર માટે યોગ્ય રૂપરેખાંકન દાખલ કરો.

  4. સિસ્ટમ રીબુટ કરો.

 • સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનને ભાંગી પડેલ સ્થાપન મીડિયાની મદદથી સ્થાપિત કરવાનું -- ખાસ કરીને, ઘણી બધી CD-ROM -- નિષ્ફળ જશે જ્યારે સ્થાપન CD ઓ વચ્ચે ફેરબદલી કરવાની જરૂર પડે. મહેમાન OS સ્થાપન પ્રક્રિયા દરમ્યાન, વપરાશકર્તાઓ સ્થાપન CD ઓ માઉન્ટ કરવાથી અથવા બહાર કાઢવાથી અટકાવવામાં આવશે, કે જે સ્થાપનને સમાપ્ત થવાથી અટકાવે છે.

  આથી, એ આગ્રહણીય છે કે તમે મહેમાન OS સ્થાપન પ્રક્રિયા દરમ્યાન CD-ROM ઈમેજો બદલવા માટે QEMU મોનીટર કન્સોલ વાપરો. પ્રક્રિયા નીચે પ્રમાણે છે:

  1. મહેમાન OS પર ગ્રાફિકવાળું VNC કન્સોલ ખોલો.

  2. મહેમાન OS માં CD-ROM ઉપકરણ અનમાઉન્ટ કરો.

  3. Ctrl-Alt-2 દબાવીને QEMU મોનીટર કન્સોલમાં બદલાવ.

  4. eject hdc આદેશ ચલાવો.

  5. change hdc <path to the CD-ROM in host system> આદેશ ચલાવો.

  6. Ctrl-Alt-1 દબાવીને મહેમાન OS કન્સોલમાં પાછા જાવ.

  7. મહેમાન OS માં CD-ROM ઉપકરણ માઉન્ટ કરો.

  નોંધ કરો કે જ્યારે નિયમિત VNC ક્લાઈન્ટને વાપરી રહ્યા હોય ત્યારે યજમાન X સર્વર Ctrl-Alt-2 અને Ctrl-Alt-1 આદેશો ઈન્ટરપ્રીટ કરવામાં અમુક મુશ્કેલી અનુભવી શકશે. આને virt-manager માં ઉકેલવા માટે, sticky keys વાપરો. Ctrl ને ત્રણ વખતે દબાવવાનું તેને "sticky" બનાવે છે જ્યાં સુધી આગળ બિન-સુધારક દબાવવામાં આવેલ નહિં હોય. આથી, Ctrl-Alt-1 મોકલવા માટે, Ctrl ને Ctrl-Alt-1 દબાવવા પહેલાં બેવાર દબાવો.

 • Red Hat Enterprise Linux 5 ડ્રાઈવર સુધારા મોડેલ સુધારેલ initrd ઈમેજો બનાવે છે જ્યારે પણ kmod પેકેજ સ્થાપિત થાય કે જે bootpath-modifying ડ્રાઈવર સમાવે છે. સમયે, ઘણી બધી બેકઅપ initrd ઈમેજો તુરંત જ /boot પાર્ટીશનને ભરશે, ખાસ કરીને જો સિસ્ટમ માપ બદલી શકાય તેવા ડ્રાઈવર સુધારાઓમાં જાય.

  આથી, એ આગ્રહણીય છે કે તમે /boot પાર્ટીશન પરની મુક્ત જગ્યા ખાલી કરો જો તમે નિયમિતપણે ડ્રાઈવર સુધારાઓ કરો. તમે /boot માંથી જૂની initrd ઈમેજો દૂર કરીને અમુક જગ્યા મુક્ત કરી શકશો; આ ફાઈલો .img0, .img1, .img2, અને એ રીતે આગળ બધા અંત થાય છે.

 • દૂર કરી શકાય તેવી મીડિયા પર Autorun વર્તમાનમાં નિષ્ક્રિય કરવામાં આવેલ છે. Red Hat Enterprise Linux પુરવઠીય CD માંથી પેકેજો સ્થાપિત કરવા માટે, CD સ્થાપકને જાતે નીચેના આદેશની મદદથી લોન્ચ કરો:

  system-cdinstall-helper /media/path-to-mounted-drive

 • જ્યારે Red Hat Enterprise Linux 4 માંથી Red Hat Enterprise Linux 5 માં સુધારી રહ્યા હોય, ત્યારે જમાવટ માર્ગદર્શન આપોઆપ સ્થાપિત થશે નહિં. તમારે સુધારો સમાપ્ત કર્યા પછી તેને જાતે સ્થાપિત કરવા માટે pirut વાપરવાની જરૂર છે.

 • autofs ભૂલ ઘણાબધા-માઉન્ટોને યોગ્ય રીતે કામ કરવાથી અટકાવે છે.

  નિવૃત્તિ દરમ્યાન, જો પસંદ કરવા માટેના છેલ્લા ઘણાબધા-માઉન્ટ કમ્પોનન્ટને તેની સાથે સંકળાયેલ માઉન્ટ નહિં હોય જ્યારે અન્ય કમ્પોનન્ટો વ્યસ્ત હોય, તો autofs ભૂલભરેલ રીતે નક્કી કરે છે કે ઘણાબધા-માઉન્ટ નિવૃત્ત થઈ જવાનું છે. આ ઘણાબધા-માઉન્ટને અંશતઃ રીતે નિવૃત્ત થવાનું કારણ બને છે, કે જે ભવિષ્યની માઉન્ટ અરજીઓ અને નિવૃત્તિઓ ચલાવવાનું બિનપ્રત્યુત્તરીય બનાવે છે.

  આ સમસ્યાને હંમેશ માટે ઉકેલવા માટે autofs ને yum update autofs આદેશની મદદથી સુધારો.

 • જો X ચાલી રહ્યું હોય અને vesa સિવાયનું ડ્રાઈવર વાપરી રહ્યું હોય તો સિસ્ટમ kexec/kdump કર્નલમાં સફળતાપૂર્વક રીબુટ થશે નહિં. આ સમસ્યા માત્ર ATI Rage XL ગ્રાફિક્સ ચીપસેટો સાથે જ અસ્તિત્વમાં છે.

  જો X એ ATI Rage XL સાથે જોડાયેલ સિસ્ટમ પર ચાલી રહ્યું હોય, તો ખાતરી કરો કે તે kexec/kdump કર્નલમાં સફળતાપૂર્વક રીબુટ કરવા માટે vesa ડ્રાઈવર વાપરી રહ્યું છે.

 • boot.iso ની મદદથી લખી-વાંચી શકાય તેવી રીતે માઉન્ટ થયેલ NFS શેર પર સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન બનાવવાનું સાચી રીતે પૂર્ણ થશે નહિં. આ સમસ્યા ઉકેલવા માટે, NFS શેરને માત્ર-વાંચી શકાય તે રીતે માઉન્ટ કરો.

  જો તમે NFS શેરને માત્ર-વાંચી શકાય તે રીતે માઉન્ટ કરવા માટે અસમર્થ હોય, તો boot.iso ને સ્થાનિક /var/lib/xen/images/ ડિરેક્ટરીમાં નકલ કરો.

સામાન્ય જાણકારી

આ વિભાગ સામાન્ય જાણકારી સમાવે છે કે જે આ દસ્તાવેજના કોઈપણ વિભાગને લાગતીવળગતી નથી.

Red Hat Enterprise Linux જમાવટ માર્ગદર્શન

Red Hat Enterprise Linux નું આ પ્રકાશન એકદમ વ્યાપક જમાવટ માર્ગદર્શનનો સમાવેશ કરે છે. તેને વાપરવા માટે, સિસ્ટમ (ટોચની પેનલ પર) => દસ્તાવેજીકરણ => Red Hat Enterprise Linux જમાવટ માર્ગદર્શન પર જાવ.

બધી આધારભૂત ભાષાઓ માટે જમાવટ માર્ગદર્શનની સંપૂર્ણપણે સ્થાનીકૃત થયેલ આવૃત્તિઓ પૂરી પાડવાનો હેતુ Red Hat નો છે. જો તમે જમાવટ માર્ગદર્શનની સ્થાનીકૃત થયેલ આવૃત્તિ સ્થાપિત કરેલ હોય, તો એ આગ્રહણીય છે કે તમે તેને જ્યારે નવી આવૃત્તિ Red Hat Network મારફતે ઉપલબ્ધ બને ત્યારે સુધારો.

વર્ચ્યુઅલાઈઝેશન

Red Hat Enterprise Linux 5 એ i686 અને x86-64 માટે Xen-આધારિત વર્ચ્યુઅલાઈઝેશન ક્ષમતાઓનું લક્ષણ આપે છે, સાથે સાથે વર્ચ્યુઅલાઈઝ થયેલ પર્યાવરણની વ્યવસ્થા કરવા માટે જરૂરી સોફ્ટવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડે છે.

Red Hat Enterprise Linux 5 માં વર્ચ્યુઅલાઈઝેશનનું અમલીકરણ એ hypervisor પર આધારિત છે, કે જે પેરાવર્ચ્યુઅલાઈઝેશન મારફતે એકદમ નીચા ઓવરહેડ વર્ચ્યુઅલાઈઝેશનની સેવા આપે છે. Intel Virtualization Technology અથવા AMD AMD-V સક્ષમ પ્રોસેસરો સાથે, Red Hat Enterprise Linux 5 માં વર્ચ્યુઅલાઈઝેશન ઓપરેટિંગ સિસ્ટમોને સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ સ્થિતિમાં સુધાર્યા વિના ચલાવવા માટે પરવાનગી આપે છે.

Red Hat Enterprise Linux 5 પર વર્ચ્યુઅલાઈઝેશન નીચેનું લક્ષણ પણ આપે છે:

 • Libvirt, એક લાઈબ્રેરી કે જે વર્ચ્યુઅલ મશીનોની વ્યવસ્થા કરવા માટે અચળ, પોર્ટેબલ API પૂરી પાડે છે.

 • વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપક, વર્ચ્યુઅલ મશીનો મોનીટર કરવા માટે અને તેમની વ્યવસ્થા કરવા માટેની ગ્રાફિકવાળી ઉપયોગીતા.

 • વર્ચ્યુઅલ મશીન સ્થાપકમાં આધાર, વર્ચ્યુઅલ મશીનો કિકસ્ટાર્ટ કરવાની ક્ષમતાનો સમાવેશ કરીને.

Red Hat Network વર્ચ્યુઅલ મશીનોને પણ આધાર આપે છે.

હાલમાં, વર્ચ્યુઅલાઈઝેશન લક્ષણને નીચેની મર્યાદાઓ છે:

 • જ્યારે વર્ચ્યુઅલાઈઝેશન સક્રિય કરેલ હોય, ત્યારે ક્યાં તો RAM અટકાવવાનું કે ડિસ્ક અટકાવવાનું આધારભૂત નથી, અને CPU આવૃત્તિ માપન કરી શકાતું નથી.

 • હાર્ડવેર-વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનોને 2GB ની વર્ચ્યુઅલ મેમરી કરતાં વધુ હોઈ શકે નહિં.

 • સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો સંગ્રહી શકાતા નથી, પુનઃસાચવી શકાતા નથી કે રૂપાંતરિત કરી શકાતા નથી.

 • xm create આદેશને વર્ચ્યુઅલ મશીન વ્યવસ્થાપકમાં ગ્રાફિકવાળું સમતુલ્ય નથી.

 • વર્ચ્યુઅલાઈઝેશન માત્ર bridged networking ઘટકને આધાર આપે છે. મહેમાનો દ્વારા વાપરવામાં આવતા બધા લાગતાવળગતા સાધનો આને મૂળભૂત રીતે પસંદ કરે છે.

 • વર્ચ્યુઅલાઈઝેશન માટેની મૂળભૂત Red Hat SELinux પોલિસી માત્ર રૂપરેખાંકન ફાઈલોને /etc/xen માં, લોગ ફાઈલોને /var/log/xen/ માં, અને ડિસ્ક ફાઈલોને (core dumps નો સમાવેશ કરીને) /var/lib/xen માં લખવા માટે પરવાનગી આપે છે. આ મૂળભૂતો semanage સાધનની મદદથી બદલી શકાય છે.

 • વર્ચ્યુઅલાઈઝેશનના આ પ્રકાશનમાં સમાવવામાં આવેલ હાયપરવિઝર NUMA-પરિચિત નથી; જેમ કે, તેનું NUMA મશીનો પરનું પ્રભાવ ઉપ-શ્રેષ્ઠ હોઈ શકે. આ Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

  આના પર કામ કરવા માટે, memory node interleaving ને NUMA મશીનના BIOS માં સક્રિય કરો. આ વધુ અચળ પ્રભાવની ખાતરી કરે છે.

 • પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ ડોમેઈનો વર્તમાનમાં en-US સિવાયના કીમેપને આધાર આપતા નથી. જેમ કે, અન્ય કીબોર્ડ ચોક્કસ કીસ્ટ્રોક લખવા માટે સમર્થ નહિં હોઈ શકે. આ Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

 • વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ kdump વિધેય વાપરી શકતી નથી.

 • qcow અને vmdk ઈમેજો આધારભૂત નથી. જ્યારે મહેમાનોને જાતે રૂપરેખાંકિત કરી રહ્યા હોય, ત્યારે ભૌતિક અથવા લોજીકલ ઉપકરણ દ્વારા લાવવામાં આવેલ ઈમેજોએ phy: પ્રકાર વાપરવો જોઈએ. ફાઈલ-બેક થયેલ ઈમેજો માટે, પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો માટે ચિત્ર પ્રકાર tap:aio: માં અને વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો માટે file: માં સુયોજિત કરો.

 • સંપૂર્ણપણે વર્ચ્યુઅલ ડોમેઈનોનું રૂપરેખાકરણ અચોક્કસ હોઈ શકશે. આ મુદ્દો Red Hat Enterprise Linux 5 ના આગળના નાના પ્રકાશનમાં સંબોધવામાં આવશે.

 • પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ ડોમેઈનો માત્ર સંબંધિત માઉસ ચાલો આપોઆપ-શોધી શકે છે, અને નિર્દેશક ચાલો ભૂલોવાળી હોય છે. આ Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

 • અમુક dom0 સીરીયલ કન્સોલ સુયોજનોને વધારાનું રૂપરેખાંકન જરૂરી રહેશે. આગ્રહણીય રૂપરેખાંકનો પર વધુ વિગતો માટે વર્ચ્યુઅલાઈઝેશન માર્ગદર્શન ના મુશ્કેલીનિવારણ વિભાગનો સંદર્ભ લો.

 • પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન માટે કામ કરતું કન્સોલ હોવા માટે, તમારે console=xvc0 ને કર્નલ આદેશ વાક્યમાં સ્પષ્ટ કરવાની જરૂર છે.

 • જ્યારે મહેમાન ઓપરેટિંગ સિસ્ટમો ટુકડાવાળી ફાઈલો વાપરવા માટે રૂપરેખાંકિત થાય, તો dom0 ડિસ્ક જગ્યાની બહાર ચાલી શકે છે. આવા વારાઓ મહેમાનને ડિસ્ક લેખનો સમાપ્ત કરવાથી અટકાવે છે, અને તે મહેમાનોમાં માહિતીના નાશમાં પરિણમી શકે છે. આગળ, મહેમાનો કે જેઓ ટુકડાવાળી ફાઈલો વાપરે છે તેઓ I/O ને સુરક્ષિત રીતે સુમેળ કરે છે.

  આથી, એ આગ્રહણીય છે કે તમે તેની જગ્યાએ ટુકડા-વિનાની ફાઈલો વાપરો. મહેમાનોને ટુકડા-વિનાની ફાઈલો વાપરવા માટે રૂપરેખાંકિત કરવા માટે, --nonsparse વિકલ્પ વાપરો જ્યારે virt-install કરી રહ્યા હોય.

વેબ સર્વર પેકેજીંગ ફેરફારો

Red Hat Enterprise Linux 5 હવે Apache HTTP સર્વરની આવૃત્તિ 2.2 નો સમાવેશ કરે છે. આ પ્રકાશન 2.0 શ્રેણી ઉપર ઘણા સુધારાઓ લઈ આવે છે, આ બધું સમાવીને:

 • સુધારાયેલ કેશીંગ મોડ્યુલો (mod_cache, mod_disk_cache, mod_mem_cache)

 • સત્તાધિકરણ અને માલિકી આધાર માટેનું નવું બંધારણ, સત્તાધિકરણ મોડ્યુલોને બદલીને પહેલાંની આવૃત્તિઓમાં પૂરું પાડવામાં આવેલ છે

 • પ્રોક્સી લોડ બેલેન્સીંગનો આધાર (mod_proxy_balancer)

 • 32-bit પ્લેટફોર્મો પર મોટી ફાઈલોને (નામ અનુસાર, 2GB કરતાં મોટી) સંભાળવા માટેનો આધાર

નીચેના ફેરફારો મૂળભૂત httpd રૂપરેખાંકનમાં કરવામાં આવેલ છે:

 • mod_cern_meta અને mod_asis મોડ્યુલો મૂળભૂત રીતે લાંબા સમય સુધી લોડ થતા નથી.

 • mod_ext_filter મોડ્યુલ એ હવે મૂળભૂત રીતે લોડ થાય છે.

જો તમે Red Hat Enterprise Linux ના પહેલાંના પ્રકાશનોમાંથી સુધારી રહ્યા હોય, તો httpd રૂપરેખાંકનને httpd 2.2 માટે સુધારવાની જરૂર રહેશે. વધુ જાણકારી માટે, http://httpd.apache.org/docs/2.2/upgrading.html નો સંદર્ભ લો.

નોંધ કરો કે httpd 2.0 માટે કમ્પાઈલ થયેલ કોઈપણ ત્રીજી-વ્યક્તિ મોડ્યુલો httpd 2.2 માટે પણ પુનઃબીલ્ડ થયેલ હોવા જ જોઈએ.

php

PHP ની આવૃત્તિ 5.1 એ હવે Red Hat Enterprise Linux 5 માં સમાવવામાં આવેલ છે, કે જે નોંધપાત્ર પ્રતિભાવ સુધારા સાથે ભાષામાં ઘણા ફેરફારોનો સમાવેશ કરે છે. અમુક સ્ક્રિપ્ટોને નવી આવૃત્તિ સાથે વાપરવા માટે અનુકૂલન કરવાની જરૂર રહેશે; મહેરબાની કરીને PHP 4.3 માંથી PHP 5.1 માં રૂપાંતરણ માટે વધુ જાણકારી માટે નીચેની કડીનો સંદર્ભ લો:

http://www.php.net/manual/en/migration5.php

/usr/bin/php એક્ઝેક્યુટેબલ એ હવે CLI આદેશ-વાક્ય SAPI ની મદદથી બનેલ છે, CGI SAPI ની જગ્યાએ. /usr/bin/php-cgi ને CGI SAPI માટે વાપરો. php-cgi એક્ઝેક્યુટેબલ FastCGI આધારનો પણ સમાવેશ કરે છે.

નીચેના એક્સટેન્સન મોડ્યુલો પણ ઉમેરાઈ ગયેલ છે:

 • mysqli એક્સટેન્સન, ખાસ કરીને MySQL 4.1 (php-mysql પેકેજમાં સમાયેલ છે) માટે રચાયેલ નવું ઈન્ટરફેસ

 • date, hash, Reflection, SPL અને SimpleXML (php પેકેજમાં સમાયેલ છે)

 • pdo અને pdo_psqlite (php-pdo પેકેજમાં)

 • pdo_mysql (php-mysql પેકેજમાં)

 • pdo_pgsql (php-pgsql પેકેજમાં)

 • pdo_odbc (php-odbc પેકેજમાં)

 • soap (php-soap પેકેજમાં)

 • xmlreader અને xmlwriter (php-xml પેકેજમાં)

 • dom (domxml એક્સટેન્સનને php-xml પેકેજમાં બદલી રહ્યા છીએ)

નીચેના એક્સટેન્સન મોડ્યુલો લાંબા સમય સુધી સમાવવામાં આવશે નહિં:

 • dbx

 • dio

 • yp

 • overload

 • domxml

PEAR ફ્રેમવર્ક

PEAR ફ્રેમવર્ક એ હવે php-pear પેકેજમાં પેક થયેલ છે. માત્ર નીચેના PEAR ઘટકો હવે Red Hat Enterprise Linux માં સમાવાયેલ છે:

 • Archive_Tar

 • Console_Getopt

 • XML_RPC

એનક્રિપ્ટ થયેલ સ્વેપ પાર્ટીશનો અને બિન-રુટ ફાઈલ સિસ્ટમો

Red Hat Enterprise Linux 5 હવે એનક્રિપ્ટ થયેલ સ્વેપ પાર્ટીશનો અને બિન-રુટ ફાઈલ સિસ્ટમો માટેનો મૂળભૂત આધાર પૂરો પાડે છે. આ લક્ષણો વાપરવા માટે, /etc/crypttab માં યોગ્ય ઉમેરો અને /etc/fstab માં બનાવેલ ઉપકરણોનો સંદર્ભ આપો.

નીચે નમૂના /etc/crypttab પ્રવેશ છે:

my_swap /dev/hdb1 /dev/urandom swap,cipher=aes-cbc-essiv:sha256

આ એનક્રિપ્ટ થયેલ બ્લોક ઉપકરણ /dev/mapper/my_swap બનાવે છે, કે જેનો /etc/fstab માં સંદર્ભ આપી શકાય છે.

નીચે ફાઈલ સિસ્ટમ વોલ્યુમ માટે નમૂના /etc/crypttab પ્રવેશ છે:

my_volume /dev/hda5 /etc/volume_key cipher=aes-cbc-essiv:sha256

/etc/volume_key ફાઈલ સાદાલખાણ એનક્રિપ્શન કી સમાવે છે. તમે કી ફાઈલ નામ તરીકે none પણ સ્પષ્ટ કરી શકશો; આ સિસ્ટમને બુટ દરમ્યાન તેની જગ્યાએ એનક્રિપ્શન કી માટે પૂછે છે.

ફાઈલ સિસ્ટમ વોલ્યુમો સુયોજિત કરવા માટે LUKS (Linux Unified Key Setup) વાપરવાનું આગ્રહણીય છે. આવું કરવા માટે, આ પગલાંઓ અનુસરો:

 1. cryptsetup luksFormat ની મદદથી એનક્રિપ્ટ થયેલ વોલ્યુમ બનાવો.

 2. /etc/crypttab માં જરૂરી પ્રવેશ ઉમેરો.

 3. cryptsetup luksOpen (અથવા રીબુટ) ની મદદથી વોલ્યુમ જાતે સુયોજિત કરો.

 4. એનક્રિપ્ટ થયેલ વોલ્યુમ પર ફાઈલ સિસ્ટમ બનાવો.

 5. /etc/fstab માં જરૂરી પ્રવેશ ઉમેરો.

mount અને umount

mount અને umount આદેશો લાંબા સમય સુધી NFS ને સીધા આધાર આપતા નથી; આંતરિક NFS ક્લાઈન્ટ લાંબા સમય સુધી હાજર રહેતું નથી. અલગ nfs-utils પેકેજ, કે જે /sbin/mount.nfs અને /sbin/umount.nfs મદદગારો પૂરા પાડે છે, તે આના માટે સ્થાપિત થયેલ હોવું જ જોઈએ.

CUPS પ્રિન્ટર બ્રાઉઝીંગ

સ્થાનિક સબનેટ ઉપર CUPS પ્રિન્ટર બ્રાઉઝીંગ system-config-printer ગ્રાફિકવાળા સાધનની મદદથી રૂપરેખાંકિત કરી શકાય છે. તે CUPS વેબ ઈન્ટરફેસ, http://localhost:631/ ની મદદથી પણ કરી શકાય છે.

ઉપનેટો વચ્ચે પ્રિન્ટર બ્રાઉઝીંગ માટે બ્રોડકાસ્ટ તરફ દિશામાન વાપરવા માટે, ક્લાઈન્ટો પર /etc/cups/cupsd.conf ખોલો અને BrowseAllow @LOCAL ને BrowseAllow ALL થી બદલો.

ATI અને R500 આધાર

R500 ચિપસેટ પર આધારિત ATI ગ્રાફિક્સ કાર્ડો vesa ડ્રાઈવર માટે જ માત્ર આધારભૂત છે, અને બાહ્ય મોનીટરો, LCD પ્રોજેક્ટરો અથવા પ્રવેગીય 3D આધાર માટે Red Hat Enterprise Linux 5 પર આધારભૂત નથી.

up2date અને yum

up2dateyum (Yellowdog Updater Modified) ની તરફેણમાં દૂર કરવામાં આવેલ છે. આથી, એ સલાહ આપવામાં આવે છે કે કોઈપણ up2date-આધારિત સ્ક્રિપ્ટો કે જે તમારી સિસ્ટમ વાપરી રહી હોય તેનું રીવ્યુ કરો. yum વિશે વધુ જાણકારી માટે, man yum આદેશ સાથે તેનાં મદદ પાનાંની સલાહ લો; તમે /usr/share/doc/yum-<version> અને /usr/share/doc/yum-metadata-parser-<version> (<version> ને સ્થાપિત yum અને yum-metadata-parser ની લગતવળગતી આવૃત્તિઓ સાથે બદલો) ડિરેક્ટરીઓ હેઠળના સ્થાપિત દસ્તાવેજીકરણની પણ સલાહ લઈ શકો છો.

OpenLDAP સર્વર અને Red Hat Directory સર્વર

Red Hat ડિરેક્ટરી સર્વર એ LDAP-આધારિત સર્વર છે કે જે એન્ટરપ્રાઈઝ અને નેટવર્ક માહિતીને OS-સ્વતંત્ર, નેટવર્ક-આધારિત રજીસ્ટરીમાં કેન્દ્રિયકૃત કરે. તે OpenLDAP સર્વર ઘટકોને બદલવા માટે સુયોજિત થયેલ છે, કે જે Red Hat Enterprise Linux 5 પછી દૂર કરવામાં આવશે. Red Hat ડિરેક્ટરી સર્વર વિશે વધુ જાણકારી માટે, http://www.redhat.com/software/rha/directory/ નો સંદર્ભ લો.

i810 ડ્રાઈવર અને i830 આધાર

i810 ડ્રાઈવર બધા સંકલિત Intel ગ્રાફિક્સ ચિપસેટો, i810 થી i965 સુધીના બધાને આધાર આપે છે. છતાં, i830 (અને નવા) ચિપસેટો માટેનો આધાર મર્યાદિત છે; i810 ડ્રાઈવર માત્ર વીડિયો BIOS માં યાદી થયેલ સ્થિતિઓ જ સુયોજિત કરી શકે છે. જો તમારા મશીનમાં i830 અથવા નવી ચિપસેટ સ્થાપિત થયેલ હોય, તો કઈ સ્થિતિઓ ઉપલબ્ધ છે તે નક્કી કરવા માટે નીચેનો આદેશ ચલાવો:

grep Mode: /var/log/Xorg.0.log

ફૂદડી (*) વડે ચિહ્નિત થયેલ સ્થિતિઓ પસંદગી માટે ઉપલબ્ધ છે.

ઘણા લેપટોપ વીડિયો BIOS સ્થિતિ પૂરી પાડતા નથી કે જે નેટીવ પેનલ માપ સાથે બંધબેસે. તેથી પસંદ કરેલ સ્થિતિ ખેંચાઈ જશે, ધૂંધળી થશે, અથવા કાળી કિનારીઓવાળી દેખાશે. આથી, જો તમારી પસંદ થયેલ સ્થિતિ યોગ્ય રીતે દેખાય નહિં, તો તમારે તમારા હાર્ડવેર વિક્રેતા પાસેથી નેટીવ પેનલ માપને યોગ્ય રીતે કામ આપવા માટે BIOS સુધારાની જરૂર રહે છે.

સ્માર્ટ કાર્ડ પ્રવેશ

Red Hat Enterprise Linux 5 એ સ્માર્ટ કાર્ડો માટેનો આધાર સમાવે છે, કે જે તમારી કી જોડી માટે સુરક્ષિત સંગ્રહસ્થાન પૂરું પાડે છે અને સંકળાયેલ જાહેર કી પ્રમાણપત્ર પણ પૂરું પાડે છે. આ કીઓ PIN મારફતે સુરક્ષિત બનાવાય છે કે જે તમારે ઈનપુટ કરવાની જરૂર છે જ્યારે સ્માર્ટ કાર્ડ પરની કી અથવા પ્રમાણપત્ર જરૂરી હોય.

Red Hat Enterprise Linux 5 પર્યાવરણમાં સ્માર્ટ કાર્ડોની જમાવટ કરવાનું તમને લક્ષણોના ઉચ્ચાલનની પરવાનગી આપે છે જેમ કે કર્બરોઝ અને S/MIME ને સત્તાધિકરણ સંબંધિત સુરક્ષા વધારવી. Red Hat Enterprise Linux 5 નીચેનું આધાર આપે છે:

 • Axalto Cyberflex 32K e-Gate

 • DoD CAC કાર્ડો

સ્માર્ટ કાર્ડ સત્તાધિકરણ સુયોજિત કરવા માટે, તમારું નેટવર્ક Red Hat ડિરેક્ટરી સર્વર અને Red Hat પ્રમાણપત્ર સિસ્ટમ સાથે જોડાયેલ હોવાની જરૂર રહેશે. સ્માર્ટ કાર્ડો સંબંધિત વધુ જાણકારી માટે, એક સહી પર Red Hat Enterprise Linux જમાવટ માર્ગદર્શન પ્રકરણનો સંદર્ભ લો.

Intel PRO/Wireless 3945ABG નેટવર્ક જોડાણ આધાર

Red Hat Enterprise Linux 5 નું આ પ્રકાશન ipw3945 (Intel PRO/Wireless 3945ABG Network Connection) એડેપ્ટર માટેના આધારનો સમાવેશ કરે છે. Red Hat Enterprise Linux 5 પુરવઠીય ડિસ્ક ડ્રાઈવર, નિયામક ડિમન અને આ એડેપ્ટરને આધાર આપવા માટે જરૂરી ફર્મવેરનો સમાવેશ કરે છે.

ipw3945 વાયરલેસ એડેપ્ટર માટેનો આધાર સક્રિય કરવા માટે, "3945" સમાવતા ફાઈલનામો સાથેના પેકેજો માટે Red Hat Enterprise Linux 5 પુરવઠીય ડિસ્કમાં શોધો અને તેમને સ્થાપિત કરો.

rawio

rawio એ દૂર કરવામાં આવેલ ઈન્ટરફેસ છે; છતાં, Red Hat Enterprise Linux 5 હજું પણ તેના માટે આધાર સમાવે છે. જો તમારી પાસે કાર્યક્રમ હોય કે જે rawio ની મદદથી ઉપકરણ વપરાશ કરે, તો એ ખૂબ આગ્રહણીય છે કે તમે બ્લોક ઉપકરણને O_DIRECT ફ્લેગ સાથે ખોલવા માટે તમારો કાર્યક્રમ સુધારો. rawio ઈન્ટરફેસ Red Hat Enterprise Linux 5 ના સમગ્ર જીવન દરમ્યાન રહેશે, પરંતુ તે ભવિષ્યના પ્રકાશન માટે નિરાકરણ માટેનો ઉમેદવાર રહેશે.

વર્તમાનમાં, ફાઈલ સિસ્ટમ પરનું AIO (Asynchronous I/O) એ માત્ર O_DIRECT અથવા બફર-વિનાની સ્થિતિમાં આધારભૂત છે. ભવિષ્યમાં, નોંધ કરો કે અસુમેળ પોલ ઈન્ટરફેસ લાંબા સમય સુધી હાજર રહેશે નહિં, અને પાઈપો પરનું AIO પણ લાંબા સમય સુધી આધારભૂત રહેશે નહિં.

ctmpc

ctmpc એ દૂર કરવામાં આવેલ ડ્રાઈવર છે; છતાં, તે હજુ પણ Red Hat Enterprise Linux 5 ના જીવન દરમ્યાન સમાવવામાં આવશે. નોંધ કરો કે તે ભવિષ્યના પ્રકાશનોમાંથી નિરાકરણ માટેનો ઉમેદવાર છે.

પોલીસિ મોડ્યુલો અને semanage આધાર

Red Hat Enterprise Linux 5 હવે પોલિસી મોડ્યુલો અને semanage ને આધાર આપે છે. પોલિસી મોડ્યુલો પોલિસી વૈવિધ્યપણાની બનાવટ અને વિતરણને સરળ બનાવે છે અને ત્રીજી-વ્યક્તિ પોલિસીઓને semodule અને checkmodule સાધનોના વપરાશ દરમ્યાન.

semanage સાધન એ પોલિસી વ્યવસ્થાપન સાધન છે કે જે SELinux રૂપરેખાંકન સુધારે છે. તે તમને ફાઈલ સંદર્ભો, નેટવર્કીંગ ઘટકોનું લેબલીંગ, અને Linux-થી-SELinux માટે વપરાશકર્તા જોડણીઓ રૂપરેખાંકિત કરવા માટે પણ પરવાનગી આપે છે.

raw ઉપકરણ જોડણી

raw ઉપકરણો ઈન્ટરફેસ Red Hat Enterprise Linux 5 માંથી દૂર કરવામાં આવેલ છે; raw ઉપકરણ જોડણી એ હવે udev નિયમો મારફતે રૂપરેખાંકિત થયેલ છે.

raw ઉપકરણ જોડણી રૂપરેખાંકિત કરવા માટે, /etc/udev/rules.d/60-raw.rules માં નીચેના બંધારણોમાં યોગ્ય પ્રવેશો ઉમેરો:

 • ઉપકરણ નામો માટે:

  ACTION=="add", KERNEL="<device name>", RUN+="raw /dev/raw/rawX %N"
  
 • મુખ્ય / નાના નંબરો માટે:

  ACTION=="add", ENV{MAJOR}="A", ENV{MINOR}="B", RUN+="raw /dev/raw/rawX %M %m"
  

તમે જે ઉપકરણ બાંધવાની જરૂર હોય તેના નામ સાથે <device name> ને બદલો (ઉદાહરણ તરીકે, /dev/sda1). "A" અને "B" એ તમારે બાંધવા માટે જરૂરી ઉપકરણના મુખ્ય / નાના નંબરો છે, અને X એ કાચો ઉપકરણ નંબર છે કે જે તમે સિસ્ટમ સાથે વાપરવા માંગો.

જો તમારી પાસે મોટી, પહેલાંની-હાજર /etc/sysconfig/rawdevices ફાઈલ હોય, તો તેને નીચેની સ્ક્રિપ્ટની મદદથી રૂપાંતરિત કરો:

#!/bin/sh

grep -v "^ *#" /etc/sysconfig/rawdevices | grep -v "^$" | while read dev major minor ; do
    if [ -z "$minor" ]; then
        echo "ACTION==\"add\", KERNEL==\"${major##/dev/}\", RUN+=\"/usr/bin/raw $dev %N\""
    else
        echo "ACTION==\"add\", ENV{MAJOR}==\"$major\", ENV{MINOR}==\"$minor\", RUN+=\"/usr/bin/raw $dev %M %m\""
    fi
done
QLogic આધાર

Red Hat Enterprise Linux 5 એ iSCSI HBA (Host Bus Adapters) ના QLogic પરિવારને આધાર આપે છે. હાલમાં, આ બોર્ડના માત્ર iSCSI ઈન્ટરફેસ આધારભૂત છે (qla4xxx ડ્રાઈવર વાપરે છે).

વધુમાં, Red Hat આ બોર્ડને વર્તમાનમાં ઈથરનેટ NIC તરીકે આધાર આપતું નથી, કારણ કે આ ક્ષમતાને qla3xxx ડ્રાઈવર જરૂરી છે. આ મુદ્દો Red Hat Enterprise Linux 5 ના આવી રહેલ નાના પ્રકાશનમાં સંબોધવામાં આવશે.

IBM System z સૂચન સમૂહ

IBM System z સૂચન સમૂહને 31-bit કાર્યક્રમો માટે શ્રેષ્ઠ રીતે બગાડવા માટે, એ આગ્રહણીય છે કે તમે gcc option -march=z900 વાપરો. 64-bit કાર્યક્રમો માટે, gccIBM System z સૂચન સમૂહને મૂળભૂત રીતે બગાડી નાંખશે.

Linux માટે iSeries વપરાશ

Linux માટે iSeries ODBC ડ્રાઈવર એ Linux માટે iSeries વપરાશ વડે બદલાઈ ગયેલ છે, કે જે નીચેની કડીમાંથી ડાઉનલોડ કરી શકાશે:

http://www.ibm.com/eserver/iseries/access/linux/

Linux માટે iSeries વપરાશ iSeries સર્વરોનો Linux-આધારિત વપરાશની તક આપે છે, અને તમને આ બધું કરવાની પરવાનગી આપે છે:

 • તેના ODBC ડ્રાઈવરની મદદથી iSeries માટે DB2 UDB (Universal Database) વાપરો

 • Linux ક્લાઈન્ટમાંથી iSeries સર્વર માટે 5250 સત્ર અધિષ્ઠાપિત કરો

 • DB2 UDB ને EDRS (Extended Dynamic Remote SQL) ડ્રાઈવર મારફતે વાપરો

 • 32-bit (i386 અને PowerPC) અને 64-bit (x86-64 અને PowerPC) પ્લેટફોર્મો માટે આધાર

IBM Power4 iSeries

Red Hat Enterprise Linux એ IBM Power4 iSeries ને લાંબા સમય સુધી આધાર આપતું નથી.

ડ્રાઈવર સુધારા કાર્યક્રમ

આ વિભાગ Red Hat Enterprise Linux 5 ડ્રાઈવર સુધારા કાર્યક્રમના અમલીકરણ પર જાણકારીનો સમાવેશ કરે છે.

કર્નલ મોડ્યુલ પેકેજો

Red Hat Enterprise Linux 5 પર, સુધારાયેલ કર્નલ મોડ્યુલ પેકેજો બીલ્ડ કરવાનું શક્ય છે કે જે વર્તમાન કર્નલ ABI આવૃત્તિ પર આધાર રાખે છે અને નહિં કે ચોક્કસ કર્નલ પ્રકાશન નંબર પર. આ કર્નલ મોડ્યુલો બીલ્ડ કરવાની સેવા આપે છે કે જે Red Hat Enterprise Linux 5 કર્નલોના વિસ્તાર વિરુદ્ધ વાપરી શકાય છે, એક પ્રકાશનની વિરુદ્ધ વાપરવાની જગ્યાએ. http://www.kerneldrivers.org/ આગળની પ્રોજેક્ટ વેબસાઈટ પેકેજીંગ પ્રક્રિયા વિશે વધુ જાણકારી સમાવે છે, સાથે સાથે ઘણા ઉદાહરણો પણ.

નોંધ કરો કે નીચેના મુદ્દાઓ ઓળખવામાં આવેલ છે:

 • kmod પેકેજો તરીકે પ્રકાશિત કરવામાં આવેલ બુટપાથ ડ્રાઈવરો ઓફિસિયલ રીતે આધારભૂત નથી.

 • હાલના કર્નલ-માંના ડ્રાઈવરો પર ફરીથી લખવાનું વર્તમાનમાં આધારભૂત નથી.

આ મુદ્દાઓ Red Hat Enterprise Linux 5 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

કર્નલ મોડ્યુલ લોડીંગ

Red Hat Enterprise Linux 5 ની વર્તણૂક લોડ કરી રહેલ મોડ્યુલ Red Hat Enterprise Linux ના પહેલાંના પ્રકાશનથી બદલાઈ ગયેલ છે. Red Hat Enterprise Linux 5 કર્નલ પેકેજોમાં મોકલવામાં આવેલ મોડ્યુલો સહી થયેલ છે, કે જે Red Hat Enterprise Linux 4 માં પણ કિસ્સો હતો. Red Hat Enterprise Linux 5 કર્નલો પર, છતાંય, અન્ય કર્નલ બીલ્ડમાંથી સહી થયેલ મોડ્યુલ લોડ કરવાનું લાંબા સમય સુધી શક્ય નથી.

આનો અર્થ એ થાય કે આરંભિક Red Hat Enterprise Linux 5 વિતરણ સાથે શીપ થયેલ મોડ્યુલ ભવિષ્યની સુધારાયેલ કર્નલોમાં મોકલી શકાશે નહિં. આ વપરાશકર્તાઓને સિસ્ટમ પર બિનઆધારભૂત મોડ્યુલો લોડ કરવાથી અટકાવશે. Red Hat માત્ર એ જ મોડ્યુલોને લોડ કરે છે કે જેઓ સહી થયેલ છે અને વિતરણમાં સમાવવામાં આવેલ છે.

જો તમે જૂના મોડ્યુલને લોડ કરવા માંગો, તો તમે તેને સહી વિના પુનઃબીલ્ડ કરવાનો પ્રયાસ કરી શકો. વૈકલ્પિક રીતે, તમે નીચેના આદેશની મદદથી બાઈનરી ફાઈલમાંથી સહી દૂર કરી શકો છો:

objcopy -R .module_sig <module name>-mod.ko <module name>-nosig.ko

એ આગ્રહણીય છે કે તમે સહી થયા વિનાના મોડ્યુલો લોડ કરવાનો પ્રયાસ કરો તે પહેલાં રચાયેલ Red Hat વૈશ્વિક આધાર રજૂઆતકનો સંપર્ક કરો.

આંતરરાષ્ટ્રિયકરણ

આ વિભાગ Red Hat Enterprise Linux 5 હેઠળની ભાષા આધાર પરની જાણકારીનો સમાવેશ કરે છે.

ઈનપુટ પદ્ધતિઓ

SCIM (Smart Common Input Method) એ IIIMF ને એશિયાઈ અને અન્ય ભાષાઓ માટે આ પ્રકાશનમાં ઈનપુટ પદ્ધતિ તરીકે બદલી નાંખેલ છે. SCIM માટેનું મૂળભૂત GTK ઈનપુટ પદ્ધતિ મોડ્યુલ scim-bridge દ્વારા પૂરું પાડવામાં આવેલ છે; Qt માં, તે scim-qtimm દ્વારા પૂરું પાડવામાં આવેલ છે.

નીચે વિવિધ ભાષાઓ માટે મૂળભૂત ટ્રીગર હોટકીઓ છે:

 • બધી ભાષાઓ: Ctrl-Space

 • જાપાની: Zenkaku-Hankaku અથવા Alt-`

 • કોરિયાઈ: Shift-Space

જો SCIM સ્થાપિત થયેલ હોય, તો તે બધા વપરાશકર્તાઓ માટે મૂળભૂત રીતે ચાલે છે.

SCIM એંજીન પેકેજો સ્થાપિત કર્યા કે દૂર કર્યા પછી, SCIM ભાષા મેનુમાં ફેરફારો અસરમાં આવે તે માટે નવું ડેસ્કટોપ સત્ર શરૂ કરો એ આગ્રહણીય છે.

ભાષા સ્થાપન

અમુક એશિયાઈ ભાષાઓ માટે વધારાની ભાષાનો આધાર સક્રિય કરવા માટે, તમારે જરૂરી ભાષા આધાર પેકેજો સ્થાપિત કરવાની જરૂર છે. નીચે આ ભાષાઓની યાદી છે અને તેમના લગતાવળગતા ભાષા આધાર પેકેજો સ્થાપિત કરવા માટે ચલાવવાનો આદેશ છે (રુટ તરીકે):

 • આસામી — yum install fonts-bengali m17n-db-assamese scim-m17n

 • બંગાલી — yum install fonts-bengali m17n-db-bengali scim-m17n

 • ચીની — yum install fonts-chinese scim-chewing scim-pinyin scim-tables-chinese

 • ગુજરાતી — yum install fonts-gujarati m17n-db-gujarati scim-m17n

 • હિંદી — yum install fonts-hindi m17n-db-hindi scim-m17n

 • જાપાની — yum install fonts-japanese scim-anthy

 • કન્નડા — yum install fonts-kannada m17n-db-kannada scim-m17n

 • કોરિયાઈ — yum install fonts-korean scim-hangul

 • મલયાલમ — yum install fonts-malayalam m17n-db-malayalam scim-m17n

 • મરાઠી — yum install fonts-hindi m17n-db-marathi scim-m17n

 • ઓરિયા — yum install fonts-oriya m17n-db-oriya scim-m17n

 • પંજાબી — yum install fonts-punjabi m17n-db-punjabi scim-m17n

 • સિંહાલા — yum install fonts-sinhala m17n-db-sinhala scim-m17n

 • તમિલ — yum install fonts-tamil m17n-db-tamil scim-m17n

 • તેલુગુ — yum install fonts-telugu m17n-db-telugu scim-m17n

એ પણ આગ્રહણીય છે કે તમે scim-bridge-gtk અને scim-qtimm સ્થાપિત કરો જ્યારે વધારાની ભાષાનો આધાર સક્રિય કરી રહ્યા હોય. scim-bridge-gtk પેકેજ ત્રીજી-વ્યક્તિ કાર્યક્રમો કે જે libstdc++ ની જૂની આવૃત્તિઓ સાથે કડી થયેલ છે તેની સાથે શક્ય બાઈનરી તકરારોથી અટકાવે છે.

નોંધ કરો કે વધારાના ભાષા આધાર પેકેજો OpenOffice (openoffice.org-langpack-<language code>_<locale>) અને KDE (kde-i18n-<language>) માટે પણ ઉપલબ્ધ છે. આ પેકેજો પણ yum મારફતે સ્થાપિત કરી શકાશે.

im-chooser

im-chooser તરીકે ઓળખાતું નવું વપરાશકર્તા રૂપરેખાંકન સાધન ઉમેરાઈ ગયેલ છે, કે જે તમને તમારી ડેસ્કટોપ પરની ઈનપુટ પદ્ધતિઓનો વપરાશ સરળતાથી સક્રિય અને નિષ્ક્રિય કરવા માટે પરવાનગી આપે છે. તેથી જો SCIM સ્થાપિત થયેલ હોય પરંતુ તમે તેને તમારા ડેસ્કટોપ પર ચલાવવા ઈચ્છો નહિં, તો તમે તેને im-chooser ની મદદથી નિષ્ક્રિય કરી શકો છો.

xinputrc

X શરૂઆત પર, xinput.sh હવે ~/.xinput.d/ અથવા /etc/xinit/xinput.d/ માં રૂપરેખાંકન ફાઈલો શોધવાની જગ્યાએ ~/.xinputrc અથવા /etc/X11/xinit/xinputrc ને વાપરે છે.

ફાયરફોક્સમાં પેન્ગો આધાર

Red Hat Enterprise Linux 5 માં ફાયરફોક્સ પેન્ગો સાથે બનેલ છે, કે જે અમુક સ્ક્રિપ્ટો માટે સારો આધાર પૂરો પાડે છે, જેમ કે ભારતીય અથવા અમુક CJK સ્ક્રિપ્ટો.

પેન્ગોનો વપરાશ નિષ્ક્રિય કરવા માટે, ફાયરફોક્સ લોન્ચ કરવા પહેલાં MOZ_DISABLE_PANGO=1 ને તમારા પર્યાવરણમાં સુયોજિત કરો.

ફોન્ટ

આધાર એ હવે ફોન્ટને સિન્થેટીક જડિત કરવા માટે ઉપલબ્ધ છે કે જેમને ઘાટો આકાર નથી.

ચીની માટેના નવા ફોન્ટ ઉમેરાઈ ગયેલ છે: AR PL ShanHeiSun Uni (uming.ttf) અને AR PL ZenKai Uni (ukai.ttf). AR PL ShanHeiSun Uni મૂળભૂત ફોન્ટ છે, કે જે જડિત બીટમેપો સમાવે છે. જો તમે બાહ્ય કિનારીવાળા આકારોને પ્રાધાન્ય આપો, તો તમારી ~/.font.conf ફાઈલમાં નીચેનો વિભાગ ઉમેરો:

<fontconfig>
 <match target="font">
  <test name="family" compare="eq">
   <string>AR PL ShanHeiSun Uni</string>
  </test>
  <edit name="embeddedbitmap" mode="assign">
   <bool>false</bool>
  </edit>
 </match>
</fontconfig>                
            
gtk2 IM ઉપમેનુ

Gtk2 સંદર્ભ મેનુ IM ઉપમેનુ મૂળભૂત રીતે લાંબા સમય સુધી દેખાય નહિં. તમે તેને આદેશ વાક્ય પર નીચેના આદેશની મદદથી સક્રિય કરી શકો છો:

gconftool-2 --type bool --set '/desktop/gnome/interface/show_input_method_menu' true

CJK પર લખાણ સ્થાપન માટે આધાર

CJK (ચીની, જાપાની, અને કોરિયાઈ) રેન્ડરીંગ આધાર એનાકોન્ડા લખાણ સ્થાપનમાંથી દૂર કરવામાં આવેલ છે. લાંબા ગાળે લખાણ સ્થાપન પદ્ધતિ દૂર કરવામાં આવશે, કારણ કે GUI સ્થાપન, VNC અને કિકસ્ટાર્ટ પદ્ધતિઓને પ્રાધાન્ય અપાયેલ છે.

gtk+ નિવારણ

નીચેના પેકેજો દૂર કરવામાં આવેલ છે અને Red Hat Enterprise Linux માં નિરાકરણ માટે દૂર કરવામાં આવેલ છે:

 • gtk+

 • gdk-pixbuf

 • glib

આ પેકેજો gtk2 સ્ટેકની તરફેણમાં દૂર કરવામાં આવેલ છે, કે જે આંતરરાષ્ટ્રિયકરણ અને ફોન્ટ સંભાળવાની બાબતમાં વધુ સારા વિધેયોની તક આપે છે.

કન્સોલ પર CJK ઈનપુટ

જો તમારે કન્સોલ પર ચીની, જાપાની, કે કોરિયાઈ લખાણ જોવાની જરૂર પડે, તો તમારે ફ્રેમબફર સુયોજિત કરવાની જરૂર છે; પછીથી, bogl-bterm સ્થાપિત કરો, અને ફ્રેમબફર પર bterm ચલાવો.

કર્નલ નોંધો

આ વિભાગ 2.6.9 (કે જેના પર Red Hat Enterprise Linux 4 આધારિત છે) અને 2.6.18 (કે જેને Red Hat Enterprise Linux 5 બોલાવશે) વચ્ચે જુલાઈ ૧૨, ૨૦૦૬ અનુસારનો તફાવત સૂચવે છે. વધારાના લક્ષણો કે જેઓ વર્તમાનમાં ઉપરના સ્તરે કામ કરી રહ્યા છે (ઉદાહરણ તરીકે, વર્ચ્યુઅલાઈઝેશન) કે જે 2.6.18 અથવા 2.6.19 માં મોડા દેખાશે તેઓ અંહિ પ્રકાશિત થયેલ નથી. અન્ય શબ્દોમાં, આ યાદી માત્ર એ જ બતાવે છે કે શું પહેલાથી ઉપરના Linus વૃક્ષમાં સમાવાયેલ છે; નહિં કે શું વર્તમાનમાં વિકાસમાં છે. આ પ્રમાણે, આ યાદી છેલ્લી નથી, અથવા નવા Red Hat Enterprise Linux 5 લક્ષણોની સંપૂર્ણ યાદી નથી, છતાં તે શું ઈચ્છિત હોઈ શકે તેની સારી ઝાંખી આપે છે. અને, નોંધ કરો કે આ વિભાગ માત્ર ઉપરના ફેરફારોના પ્રકાશિતો જ લે છે, અને આ રીતે તે સંપૂર્ણપણે વ્યાપક નથી. તે ઘણા નીચા-સ્તર હાર્ડવેર આધાર ઉન્નતીકરણોનો અને ઉપકરણ ડ્રાઈવર જાણકારીનો સમાવેશ કરતું નથી.

નીચે આગળના સ્તર-નો-વિગતવાર દૃશ્યનો સારો સ્રોત છે:

http://kernelnewbies.org/LinuxChanges

પ્રતિભાવ / સ્કેલેબીલીટી
 • બીગ કર્નલ લોક પ્રીએમ્પશન (2.6.10)

 • વોલન્ટરી પ્રીએમ્શન પેચો (2.6.13) (Red Hat Enterprise Linux 4 માં ઉપગણ)

 • વાસ્તવિક-જીવન કાર્યક્રમો માટે ઉપયોગી, માટે હલકો વપરાશકર્તાજગ્યા priority inheritance (PI) આધાર (2.6.18)

 • નવું 'mutex' લોકીંગ પ્રીમીટીવ (2.6.16)

 • ઉચ્ચ રીઝોલ્યુશન ટાઈમરો (2.6.16)

  • નીચા-રીઝોલ્યુશન સમયસમાપ્તિ API સાથે વિરોધાભાસમાં કે જે kernel/timer.c માં અમલમાં મૂકાયેલ છે, hrtimers તે સારું રીઝોલ્યુશન અને ચોકસાઈ આધારભૂતપણું સિસ્ટમ રૂપરેખાંકન અને ક્ષમતાઓ પર પૂરું પાડે છે. આ ટાઈમરો વર્તમાનમાં ટાઈમરો, POSIX ટાઈમરો, nanosleep અને ચોક્કસ in-kernel સમય માટે વપરાય છે.

 • મોડ્યુલર, જીવંત સ્વીચ કરી શકાય તેવા I/O સામયિકો (2.6.10)

  • આ માત્ર Red Hat Enterprise Linux 4 (અને કતાર-પ્રતિ સિસ્ટમ-પ્રમાણેની જગ્યાએ પણ) માં જીવંત બુટ વિકલ્પ હતો.

 • નવું પાઈપ અમલીકરણ (2.6.11)

  • પાઈપ બેન્ડવીડ્થમાં ૩૦-૯૦% પ્રભાવમાં સુધારો

  • ચક્રિય બફર લેખકોને અટકાવવા કરતાં વધુ બફરીંગને પરવાનગી આપે છે

 • "મોટો કર્નલ સેમાફોર": મોટા કર્નલ તાળાને સેમાફોરમાં ચલાવે છે

  • લાંબા તાળાં ધરાવનાર સમયો તોડવાનું અને વોલન્ટરી પ્રીએમ્પશન ઉમેરવાનું ઘટાડે છે

 • X86 "SMP વિકલ્પો"

  • ઉપલબ્ધ પ્લેટફોર્મ અનુસાર રનટાઈમે એક કર્નલ ઈમેજને શ્રેષ્ઠ બનાવે છે

  • સંદર્ભ: http://lwn.net/Articles/164121/

 • libhugetlbfs

  • કાર્યક્રમોને સ્રોત કોડમાં કોઈપણ જાતના સુધારાવધારા વિના Linux માં વિશાળ પાનાંનો આધાર વાપરવા માટે પરવાનગી આપે છે

 • kernel-headers પેકેજ

  • glibc-kernheaders પેકેજને બદલી નાંખે છે

  • 2.6.18 કર્નલના નવા headers_install લક્ષણ સાથે વધુ સુગમતા પૂરી પાડે છે

  • નોંધનીય કર્નલ હેડર-સંબંધિત ફેરફારો:

   • <linux/compiler.h> હેડર ફાઈલ દૂર કરાયેલ છે, કારણ કે તે લાંબા સમય સુધી ઉપયોગી નથી

   • _syscallX() મેક્રો દૂર કરવામાં આવેલ છે; વપરાશકર્તા-જગ્યા syscall() ને તેની જગ્યાએ C લાઈબ્રેરીમાંથી વાપરવું જોઈએ

   • <asm/atomic.h> અને <asm/bitops.h> હેડર ફાઈલો દૂર કરાયેલ છે; C કમ્પાઈલર વપરાશકર્તા-જગ્યા કાર્યક્રમો માટે વધુ શ્રેષ્ઠ રીતે બેસતા તેના પોતાના આંતરિક વિધેયો પૂરા પાડે છે

   • #ifdef __KERNEL__ સાથે પહેલાથી સુરક્ષિત થયેલ સમાવિષ્ટ હવે unifdef સાધન સાથે સંપૂર્ણપણે દૂર કરાયેલ છે; ભાગો જોવા માટે __KERNEL__ ને વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ કે જે વપરાશકર્તા-જગ્યા માટે દૃશ્યમાન હોવું જોઈએ નહિં તે લાંબા સમય સુધી અસરકારક નથી

   • અમુક આર્કીટેક્ચરોમાંથી PAGE_SIZE મેક્રો દૂર કરવામાં આવેલ છે, પાનાં માપોમાં ફેરફારને કારણે; વપરાશકર્તા-જગ્યા sysconf (_SC_PAGE_SIZE) અથવા getpagesize() વાપરતું હોવું જોઈએ

  • વપરાશકર્તા-જગ્યા માટે સારી સુગમતા પૂરી પાડવા માટે, ઘણી હેડર ફાઈલો અને હેડર સમાવિષ્ટો દૂર કરાયેલ છે

સામાન્ય લક્ષણ ઉમેરાઓ

 • kexec અને kdump (2.6.13)

  • diskdump અને netdumpkexec અને kdump વડે બદલાઈ ગયેલ છે, કે જે ઝડપી બુટ-અપ અને તપાસ હેતુઓ માટે રાહતમય કર્નલ vmcores ની બનાવટની ખાતરી કરે છે. વધુ જાણકારી અને રૂપરેખાંકન સૂચનો માટે, મહેરબાની કરીને /usr/share/doc/kexec-tools-<version>/kexec-kdump-howto.txt (<version> ને સ્થાપિત થયેલ kexec-tools પેકેજની લગતીવળગતી આવૃત્તિ સાથે બદલો) નો સંદર્ભ લો.

  • નોંધ કરો કે હાલમાં, વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલો kdump વિધેય વાપરી શકતી નથી.

 • inotify (2.6.13)

  • આના માટેનું વપરાશકર્તા ઈન્ટરફેસ એ નીચેના syscalls મારફતે છે: sys_inotify_init, sys_inotify_add_watch, અને sys_inotify_rm_watch.

 • પ્રક્રિયા ઘટનાઓ જોડનાર (2.6.15)

  • બધી પ્રક્રિયાઓ માટે fork, exec, id ફેરફાર, અને exit ઘટનાઓનો વપરાશકર્તા-જગ્યાને અહેવાલ આપે છે.

  • કાર્યક્રમો કે જે આ ઘટનાઓને ઉપયોગી મેળવી શકે તેઓ ખાતાકરણ / સંપાદન (ઉદાહરણ તરીકે, ELSA), સિસ્ટમ ક્રિયા મોનીટરીંગ (ઉદાહરણ તરીકે, top), સુરક્ષા, અને સ્રોત વ્યવસ્થાપન (ઉદાહરણ તરીકે, CKRM) નો સમાવેશ કરે છે. સીમેન્ટીકો વપરાશકર્તા-પ્રતિ-નામજગ્યા જેવા લક્ષણો માટે બ્લોક બનાવવાનું પૂરું પાડી શકે છે, "ફાઈલોને ડિરેક્ટરીઓ તરીકે" અને આવૃત્તિવાળી ફાઈલ સિસ્ટમો પૂરી પાડી શકે છે.

 • સામાન્ય RTC (RealTime Clock) ઉપસિસ્ટમ (2.6.17)

 • splice (2.6.17)

  • નવી IO પદ્ધતિ કે જે માહિતીની નકલો કરવાનું ટાળે છે જ્યારે કાર્યક્રમો વચ્ચે માહિતી પરિવહન કરી રહ્યા હોય

  • સંદર્ભ: http://lwn.net/Articles/178199/

ફાઈલ સિસ્ટમ / LVM

 • EXT3

  • ext3 માં મોટા આઈનોડનો ભાગમાં વિસ્તૃત લક્ષણો માટે આધાર: જગ્યા સાચવે છે અને અમુક કિસ્સાઓમાં પ્રભાવ સુધારે છે (2.6.11)

 • ઉપકરણ મેપર મલ્ટીપાથ આધાર

 • NFSv3 અને NFSv4 માટે ACL આધાર (2.6.13)

 • NFS: વાયર પર મોટા લેખન અને વાંચનને આધાર આપે છે (2.6.16)

  • Linux NFS ક્લાઈન્ટ હવે પરિવહન માપોને 1MB સુધી આધાર આપે છે.

 • VFS ફેરફારો

  • "વહેંચાયેલ ઉપવૃક્ષ" પેચો ભેગા થઈ ગયેલ છે. (2.6.15)

  • સંદર્ભ: http://lwn.net/Articles/159077/

 • મોટો CIFS સુધારો (2.6.15)

  • ઘણા પ્રભાવ સુધારાઓ અને સાથે સાથે કર્બરોઝ અને CIFS ACL ના આધારના લક્ષણને પણ સુધારે છે

 • autofs4: વપરાશકર્તાજગ્યા autofs માટે સીધો માઉન્ટ આધાર પૂરો પાડવા માટે સુધારાયેલ (2.6.18)

 • cachefs મૂળ સક્રિયકારકો (2.6.18)

સુરક્ષા

 • SELinux માટે વિવિધસ્તર સુરક્ષા જાણકારી (2.6.12)

 • ઓડિટ ઉપસિસ્ટમ

  • પ્રક્રિયા-સંદર્ભ આધારિત ગાળણ માટેનો આધાર (2.6.17)

  • વધુ ગાળક નિયમ સરખામણી કરનારાઓ (2.6.17)

 • TCP/UDP getpeercon: IPSec સુરક્ષા સંડોવણીની મદદથી સોકેટની બીજી બાજુ પર પ્રક્રિયાનો વર્તમાન સંદર્ભ પ્રાપ્ત કરવા માટે સક્રિયકૃત કરેલ સુરક્ષા-પરિચિત કાર્યક્રમો. જો માત્ર MLS-સ્તર જાણકારી જરૂરી હોય અથવા લીગસી unix સિસ્ટમ સાથે આંતરપ્રક્રિયા જરૂરી છે, NetLabel એ IPSec ની જગ્યાએ વાપરી શકાશે.

નેટવર્કીંગ

 • ઉમેરાયેલ ઘણા TCP કન્જેશન મોડ્યુલો (2.6.13)

 • IPV6: ઘણા નવા sockopt / ancillary માહિતીને અદ્યતન API માં આધાર આપે છે (2.6.14)

 • IPv4/IPv6: UFO (UDP ફ્રેગ્મેન્ટેશન ઓફલોડ) Scatter-gather વિચાર (2.6.15)

  • UFO એ લક્ષણ કે જ્યાં Linux કર્નલ નેટવર્ક સ્ટેક મોટા UDP ડેટાગ્રામમાંથી હાર્ડવેરમાં IP ફ્રેગ્મેન્ટેશન વિધેયને સ્ટેક કરશે. આ મોટા UDP ડેટાગ્રામને MTU-માપવાળા પેકેટોમાં ફ્રેગ્મેન્ટોમાં સ્ટેક ઓવરહેડ ઘટાડશે.

 • ઉમેરાયેલ nf_conntrack ઉપસિસ્ટમ (2.6.15)

  • netfilter માંની હાલની જોડાણ ટ્રેકીંગ ઉપસિસ્ટમ માત્ર ipv4 સંભાળી શકે છે. ત્યાં બે પસંદગીઓ જોડાણ ટ્રેકીંગ આધારને ipv6 માટે ઉમેરવા માટે ઉપલબ્ધ હતી; ક્યાં તો ipv4 જોડાણ ટ્રેકીંગ કોડને ipv6 counterpart માં નકલ કરો, અથવા (આ પેચો દ્વારા લેવાયેલ પસંદગી) સામાન્ય સ્તર રચે છે કે જે ipv4 અને ipv6 બંને સંભાળી શકે અને આથી માત્ર એક ઉપ-પ્રોટોકોલ (TCP, UDP, વગેરે) જોડાણ ટ્રેકીંગ મદદગાર મોડ્યુલ લખવાની જરૂર છે. વાસ્તવમાં, nf_conntrack એ કોઈપણ સ્તર ૩ પ્રોટોકોલ સાથે કામ કરવા સક્ષમ છે.

 • IPV6

  • RFC 3484-સુસંગત સ્રોત સરનામા પસંદગી (2.6.15)

  • રાઉટર પસંદગીઓ માટે ઉમેરાયેલ આધાર (RFC4191) (2.6.17)

  • ઉમેરાયેલ રાઉટર પહોંચી શકાય તેવી ચકાસણી (RFC4191) (2.6.17)

  • મલ્ટીપલ રાઉટીંગ ટેબલો અને પોલિસી રાઉટીંગ માટે ઉમેરાયેલ આધાર

 • વાયરલેસ સુધારાઓ

  • હાર્ડવેર ક્રિપ્ટો અને ફ્રેગ્મેન્ટેશન ઓફલોડ આધાર

  • QoS (WME) આધાર, "વાયરલેસ spy આધાર"

  • મિશ્રિત PTK/GTK

  • CCMP/TKIP આધાર અને WE-19 HostAP આધાર

  • BCM43xx વાયરલેસ ડ્રાઈવર

  • ZD1211 વાયરલેસ ડ્રાઈવર

  • WE-20, વાયરલેસ એક્સટેન્સનોની આવૃત્તિ 20 (2.6.17)

  • ઉમેરાયેલ હાર્ડવેર-સ્વતંત્ર સોફ્ટવેર MAC સ્તર, "Soft MAC" (2.6.17)

  • ઉમેરાયેલ LEAP સત્તાધિકરણ પ્રકાર

 • ઉમેરાયેલ સામાન્ય સેગ્મેન્ટેશન ઓફલોડ (GSO) (2.6.18)

  • અમુક કિસ્સાઓમાં પ્રભાવ સુધારી શકે છે, છતાં તેને ethtool મારફતે સક્રિય કરવાની જરૂર છે

 • DCCPv6 (2.6.16)

ઉમેરાયેલ હાર્ડવેર આધાર

નોંધ

આ વિભાગ બધામાંના માત્ર એકદમ સામાન્ય લક્ષણો જ મૂલ્યાંકિત કરે છે.

 • x86-64 ક્લસ્ટરવાળો APIC આધાર (2.6.10)

 • Infiniband આધાર (2.6.11)

 • Hot plug

  • ઉમેરાયેલ સામાન્ય મેમરી ઉમેરો/દૂર કરો અને મેમરી હોટપ્લગ માટે આધારભૂત વિધેયો (2.6.15)

  • નવા પ્રોસેસરોના ભોતિક રીતે ઉમેરાયેલ માટે hot plug CPU આધાર (પહેલાથી જ હયાત CPUs નો આધાર પહેલાથી જ hotplug નિષ્ક્રિય/સક્રિય હતો)

 • SATA/libata ઉન્નતીકરણો, વધારાનો હાર્ડવેર આધાર

  • સંપૂર્ણપણે ફરીથી કરવામાં આવેલ libata ભૂલ નિયંત્રક; આ બધા કામનું પરિણામ એકદમ રોબસ્ટ SATA ઉપસિસ્ટમ હોવી જોઈએ કે જે મોટા વિસ્તારની ભૂલોમાંથી પુનઃપ્રાપ્ત કરી શકાય છે.

  • Native Command Queuing (NCQ), એ ટેગવાળી સામાન્ય કતારની SATA આવૃત્તિ છે - ઘણી I/O અરજીઓની ક્ષમતા એ જ ડ્રાઈવમાં એક જ સમયે. (2.6.18)

  • Hotplug આધાર (2.6.18)

 • EDAC આધાર (2.6.16)

  • EDAC ધ્યેય એ ભૂલો શોધવાનો અને અહેવાલ આપવાનો છે કે જે સિસ્ટમમાં થાય છે.

 • Intel(R) I/OAT DMA એંજીન માટે ઉમેરાયેલ નવો ioatdma ડ્રાઈવર (2.6.18)

NUMA (Non-Uniform Memory Access) / Multi-core

 • Cpusets (2.6.12)

  • Cpusets હવે ક્રિયાઓના સમૂહને CPU અને મેમરી નોડોના સમૂહની સોંપણી કરવા માટેની પદ્ધતિ પૂરી પાડે છે. Cpusets ક્રિયાના વર્તમાન cpuset માં માત્ર સ્રોત સાથે આપવા માટે ક્રિયાઓના CPU અને મેમરી બદલીનું ચલન કરે છે. આ મોટી સિસ્ટમો પર વૈશ્વિક ક્રિયા બદલીની વ્યવસ્થા કરવા માટે જરૂરી છે.

 • NUMA-પરિચિત સ્લેબ ફાળવનાર (2.6.14)

  • આ ઘણા નોડો પર સ્લેબો બનાવે છે અને સ્લેબોને એ રીતે વ્યવસ્થાપિત કરે છે કે જેથી સ્થાનિક રીતે ફાળવેલ શ્રેષ્ઠ બનાવાય. દરેક નોડને તેની પોતાની અધૂરી, મુક્ત અને સંપૂર્ણ સ્લેબોવાળી યાદી છે. બધી ઓબ્જેક્ટ ફાળવણીઓ માટે નોડ ઉદ્ભવવાનું નોડ-લગતા સ્લેબની યાદી કરે છે.

 • Swap રૂપાંતરણ (2.6.16)

  • Swap એ NUMA સિસ્ટમમાં પાનાંઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે રૂપાંતરણ પાનાંઓના ભૌતિક સ્થાને ખસેડવાની પરવાનગી આપે.

 • વિશાળ પાનાંઓ (2.6.16)

  • વિશાળ પાનાંઓ માટે ઉમેરાયલે NUMA પોલિસી આધાર: મેમરી પોલિસીમાંનું સ્તર huge_zonelist() વિધેય અને NUMA અંતર દ્વારા ઓર્ડર કરાયેલ ઝોનની યાદી પૂરી પાડે છે. hugetlb સ્તર ચાલશે કે જે ઝોન માટે જોવાની યાદી રાખે કે જેને ઉપલબ્ધ વિશાળ પાનાંઓ ઉપલબ્ધ છે પરંતુ તે વર્તમાન cpuset ના nodeset માં પણ છે

  • વિશાળ પાનાંઓ હવે cpusets પાળે છે.

 • ઝોન-પ્રતિ VM ગણકો

  • ઝોન-આધારિત VM પરિસ્થિતિ પૂરી પાડે છે, કે જેઓ મેમરીની કઈ પરિસ્થિતિ ઝોનમાં નક્કી કરવા માટે જરૂરી છે

 • Netfilter ip_tables: NUMA-પરિચિત ફાળવણી. (2.6.16)

 • મલ્ટી-કોર

  • બધા મૂળ વચ્ચે વહેંચાયેલ કેશો સાથે મલ્ટી-કોર રજૂ કરવા માટે ઉમેરાયેલ નવો સુનિશ્ચિત કરનાર ડોમેઈન. આ તેને આવી સિસ્ટમો પર હોશિયાર cpu સુનિશ્ચિતીકરણ કરવા માટે શક્ય બનાવે છે, અમુક કિસ્સાઓ માટે પ્રભાવ સારી રીતે સુધારી રહ્યા છીએ. (2.6.17).

  • CPU સુનિશ્ચિત કરનાર માટે પાવર બચાવ પોલિસી: multicore/smt cpus સાથે, પાવર વપરાશ અમુક પેકેજોને ફાજલ રાખીને સુધારી શકાય છે જ્યારે અન્ય બધા કામ કરે, બાબતોને બધા CPUs પર ફેલાવવાની જગ્યાએ.

( x86 )[1] આ મટીરીયલ Open Publication License, v1.0 માં પ્રાપ્ય શરતો અને કાયદાઓ અનુસાર વિતરણ થવી જોઈએ, કે જે http://www.opencontent.org/openpub/ આગળ ઉપલબ્ધ છે.