Red Hat Enterprise Linux 4 Update 5 પ્રકાશન નોંધો


ઓળખાણ

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • સ્થાપન-સંબંધિત નોંધો

  • સામાન્ય જાણકારી

  • ટેક્નોલોજી પૂર્વદર્શનો

  • કર્નલ નોંધો

  • ડ્રાઈવરો અને હાર્ડવેરના આધારમાં ફેરફારો

Red Hat Enterprise Linux 4 Update 5 પરના અમુક સુધારાઓ પ્રકાશન નોંધોની આ આવૃત્તિમાં દેખાશે નહિં. Red Hat Enterprise Linux 4 Update 5 પ્રકાશન નોંધોની સુધારાયેલ આવૃત્તિ નીચેની URL આગળ પણ ઉપલબ્ધ હશે:

http://www.redhat.com/docs/manuals/enterprise/

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના લગતી અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

નોંધ

હાલનું Red Hat Enterprise Linux 4 સ્થાપન Update 5 માં સુધારવા માટે, તમારે પેકેજો કે જે બદલાઈ ગયેલ છે તે સુધારવા માટે Red Hat નેટવર્ક વાપરવું જ પડશે.

Red Hat Enterprise Linux 4 Update 5 નું તાજું સ્થાપન કરવા માટે અથવા Red Hat Enterprise Linux 4 ની તાજેતરની આવૃત્તિ માંથી સુધારો કરવા માટે તમે એનાકોન્ડા વાપરી શકશો.

  • જો તમે Red Hat Enterprise Linux 4 Update 5 CD-ROMs (નેટવર્ક-આધારિત સ્થાપન માટેની તૈયારીમાં, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે તમે CD-ROMs ની નકલ કરો તેની ખાતરી કરો. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROMs માંની કોઈની પણ નકલ કરશો નહિં, કારણ કે આ એનાકોન્ડાની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે.

    Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROM સ્થાપિત થવી જોઈએ.

  • જો તમે Red Hat Enterprise Linux 4 Update 5 ને સીરીયલ કન્સોલ મારફતે સ્થાપિત કરો, તો પ્રવેશ પ્રોમ્પ્ટ દેખાશે નહિં. આનો ઉકેલ લાવવા માટે, /etc/yaboot.conf ખોલો અને નીચેની લીટી સ્થિત કરો:

    append="console=tty0 console=ttyS4 rhgb quiet"
    

    console=tty0 અને console=ttyS4 નો ક્રમ બદલીને આ લીટીમાં ફેરફાર કરો જેમ કે લીટી હવે નીચે પ્રમાણે વંચાય:

    append="console=ttyS4 console=tty0 rhgb quiet"
    

સામાન્ય જાણકારી

ql2xfailover આધાર અને મલ્ટીપાથ

Red Hat Enterprise Linux 4 એ ql2xfailover માટેનો આધાર સમાવતું નથી, કારણ કે તે અપસ્ટ્રીમમાં સ્વીકારાયેલ નથી.

multipathing અમલમાં મૂકવા માટે, તેની જગ્યાએ mdadm વાપરો. dm-multipath વિશે વધુ જાણકારી માટે, man multipath આદેશની મદદથી તેનાં મદદ પાનાંની સલાહ લો.

AMD-આધારિત સિસ્ટમો પર MCFG

PCI ચકાસણી દરમ્યાન, Red Hat Enterprise Linux 4 Update 5 એ MCFG (memory-mapped PCI configuration space) માંથી જાણકારી વાપરવાનો પ્રયાસ કરે છે. AMD-સિસ્ટમો પર, આ પ્રકારનો વપરાશ અમુક બસો પર કામ કરતો નથી, કારણ કે કર્નલ MCFG કોષ્ટક પદચ્છેદિત કરી શકતું નથી.

આનો ઉકેલ લાવવા માટે, /etc/grub.conf માં કર્નલ બુટ વાક્ય પર pci=conf1 અથવા pci=nommconf પરિમાણ ઉમેરો. ઉદાહરણ તરીકે:

title Red Hat Enterprise Linux AS (2.6.9-42.0.2.EL)
        root (hd0,0)
        kernel /vmlinuz-2.6.9-42.0.2.EL ro root=/dev/VolGroup00/LogVol00 rhgb quiet pci=conf1
        initrd /initrd-2.6.9-42.0.2.EL.img

આવું કરવાનું કર્નલને PCI Conf1 વપરાશને MCFG-આધારિત વપરાશની જગ્યાએ વાપરવા માટે સૂચવે છે.

up2date ની મદદથી રોલબેક

up2date વિકલ્પો --undo અને list-rollbacks હવે દૂર કરવામાં આવેલ છે. વર્તમાનમાં, રોલબેક કરવા માટેની આગ્રહણીય પદ્ધતિ એ Red Hat નેટવર્ક પર બચાવ ઉમેદવારી દ્વારા પૂરા પાડવામાં આવેલ વિવિધ-સ્થિતિ રોલબેક લક્ષણ વાપરવા માટેની છે. આના વિશે વધુ જાણકારી માટે, http://www.redhat.com/rhn/rhndetails/provisioning/ નો સંદર્ભ લો.

વૈકલ્પિક રીતે, તમે RPM જાતે પણ નીચે કરી શકો છો. આવું કરવા માટે, જૂની RPM મેળવો અને નીચેનો આદેશ ચલાવો:

rpm -Uvh --oldpackage --nosignature --nodigest <filename of old RPM>

વર્ચ્યુઅલાઈઝેશન

Red Hat Enterprise Linux 4 Update 5 એ હવે પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાન તરીકે આધારભૂત છે, પરંતુ તે dom0 તરીકે વાપરી શકાશે નહિં.

હાલમાં, Red Hat Enterprise Linux 4 Update 5 માટે પેરાવર્ચ્યુઅલાઈઝેશનને નીચેના મુદ્દાઓ છે:

  • PV-FB (ParaVirtualized FrameBuffer) વર્તમાનમાં en-US સિવાયના કીમેપને આધાર આપતું નથી. તેથી, અન્ય કીબોર્ડ ચોક્કસ કીસ્ટ્રોક લખવા માટે સમર્થ હશે નહિં. આ મુદ્દો Red Hat Enterprise Linux 4 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

  • પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ ડોમેઈનો માત્ર માઉસ સંબંધિત ચાલો આપોઆપ-શોધી શકે છે, અને નિર્દેશક ચાલો થોડી ખામીવાળી હોય છે. આ Red Hat Enterprise Linux 4 ના ભવિષ્યના સુધારામાં સંબોધવામાં આવશે.

  • માત્ર વર્ચ્યુઅલાઈઝ થયેલ નેટવર્ક અને ડિસ્ક ઉપકરણો પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો પર આધારભૂત છે. PCI, USB, પ્રિન્ટર અથવા સીરીયલ ઉપકરણોના મહેમાનો દ્વારા સીધું નિયંત્રણ આધારભૂત નથી.

ધીમો ડિસ્ક ડમ્પ

ધીમો ડિસ્ક ડમ્પ block_order પરિમાણની મદદથી સુધારી શકાશે. આ પરિમાણ I/O બ્લોક માપને જ્યારે ડમ્પ લખી રહ્યા હોય ત્યારે વાપરવા માટે સ્પષ્ટ કરે છે. ચકાસણીએ બતાવ્યું છે કે મૂળભૂત કિંમત 2 એ મોટા ભાગના એડેપ્ટરો અને સિસ્ટમ રૂપરેખાંકનો માટે યોગ્ય રીતે કામ કરે છે.

નોંધ કરો કે Megaraid હાર્ડવેર (ચોક્કસ સિસ્ટમ પ્લેટફોર્મોમાં અને ચોક્કસ રૂપરેખાંકનો હેઠળ) પરના ડિસ્ક બચાવ રીતે ધીમે ચાલતા હશે. આનું સંબોધન કરવા માટે, block_order પરિમાણના મૂલ્યમાં વધારો કરો.

મોટી block_order કિંમતો વધુ મોડ્યુલ મેમરી લે છે. block_order પરિમાણ વિશે વધુ જાણકારી માટે, /usr/share/doc/diskdumputils-<version>/README (<version> ને સ્થાપિત diskdumputils પેકેજની લગતીવળગતી આવૃત્તિ સાથે બદલો) નો સંદર્ભ લો.

Linux માટે iSeries વપરાશ

Linux માટેનું iSeries ODBC ડ્રાઈવર નવા ઉત્પાદન સાથે બદલાઈ ગયેલ છે -- Linux માટે iSeries વપરાશ. આ નવું ઉત્પાદન નીચેની કડી આગળથી ડાઉનલોડ કરી શકાય છે:

http://www.ibm.com/eserver/iseries/access/linux/

Linux માટે iSeries વપરાશ એ iSeries વપરાશ ઉત્પાદન રેખામાં તાજેતરની તક છે. તે iSeries સર્વરોને Linux-આધારિત વપરાશની તક આપે છે. Linux માટે iSeries વપરાશ તમને આ બધું કરવા માટે પરવાનગી આપે છે :

  • iSeries માટે DB2 UDB (Universal Database) વાપરો તેના ODBC ડ્રાઈવરની મદદથી

  • Linux ક્લાઈન્ટમાંથી iSeries સર્વર માટે 5250 સત્ર અધિષ્ઠાપિત કરો

  • DB2 UDB ને EDRS (Extended Dynamic Remote SQL) ડ્રાઈવર મારફતે વાપરો

  • 32-bit (i386 અને PowerPC) અને 64-bit (x86-64 અને PowerPC) પ્લેટફોર્મોને આધાર આપો

ibmasm

ibmasm પેકેજ IBM Advance System Management PCI Adapter સાથે સંપર્કવ્યવહારની સેવા આપવા માટે વપરાય છે, કે જે RSA I તરીકે પણ ઓળખાય છે. જો તમે RSA II વાપરી રહ્યા હોય, તો તમારે RSA II માટે લાગતુંવળગતું પેકેજ ડાઉનલોડ કર્યા પછી ibmasm પેકેજ જાતે સ્થાપિત કરવાની જરૂર છે.

ટેક્નોલોજી પૂર્વદર્શનો

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો વર્તમાનમાં Red Hat Enterprise Linux 4 Update 5 ઉમેદવારી સેવાઓ હેઠળ આધારભૂત નથી, વિધેયાત્મક રીતે સંપૂર્ણ હોઈ શકે નહિં, અને ઉત્પાદન વપરાશ માટે સામાન્ય રીતે યોગ્ય નહિં હોય. છતાં, આ લક્ષણો ગ્રાહકની સુગમતા તરીકે સમાવવામાં આવેલ છે અને મોટા વિસ્તારનું લક્ષણ પૂરું પાડવા માટે જરૂરી છે.

ગ્રાહકો આ લક્ષણોને બિન-ઉત્પાદન પર્યાવરણમાં ઉપયોગી શોધી શકશે. ગ્રાહકો અભિપ્રાય પૂરો પાડવા માટે પણ મુક્ત છે અને ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો માટે વિધેય સૂચનો માટે તે સંપૂર્ણપણે આધારભૂત બને તે પહેલાં. ત્રુટિસૂચીઓ ઊંચા-ઉગ્ર સુરક્ષા મુદ્દાઓ માટે પૂરા પાડવામાં આવશે.

ટેક્નલોજી પૂર્વદર્શન લક્ષણના વિકાસ દરમ્યાન, વધારાના ઘટકો જાહેર રીતે ચકાસણી માટે ઉપલબ્ધ બની જશે. ટેક્નોલોજી લક્ષણોને ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણપણે આધાર આપવો એ Red Hat હેતુ છે.

Systemtap

Systemtap એ ચાલી રહેલ Linux સિસ્ટમ વિશે જાણકારી ભેગી કરીને સરળ બનાવવા માટે મુક્ત સોફ્ટવેર (GPL) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. આ પ્રભાવ અથવા વિધેયાત્મક સમસ્યાની તપાસમાં સહાય કરે છે. systemtap ની મદદથી, વિકાસકર્તાઓને લાંબા સમય સુધી જટિલ અને ભંગાણજનક વાજિંત્ર, પુનઃકમ્પાઈલ, સ્થાપન, અને રીબુટ ક્રમ સુધી જવાની જરૂર નથી કે જે ક્યાં તો માહિતી ભેગી કરવા માટે જરૂરી હોય.

Frysk GUI

frysk પ્રોજેક્ટનો ધ્યેય એ સમજુ, વિતરિત, હંમેશા સિસ્ટમ મોનીટરીંગ અને ડિબગીંગ કરવાનો છે કે જે વિકાસકર્તાઓ અને સિસ્ટમ સંચાલકોને આવું કરવાની પરવાનગી આપે:

  • ચાલી રહેલ પ્રક્રિયાઓ અને થ્રેડો મોનીટર કરો (બનાવટ અને ભંગાણ ઘટનાઓને સમાવીને)

  • લોકીંગ પ્રીમીટીવોનો વપરાશ મોનીટર કરો

  • ડેડલોક દર્શાવો

  • માહિતી મેળવો

  • આપેલ કોઈપણ પ્રક્રિયાને યાદીમાંથી પસંદ કરીને ડિબગ કરો અથવા frysk ને પ્રક્રિયા પર સ્રોત કોડ (અથવા અન્ય) વિન્ડો ખોલવાની પ્રક્રિયા આપીને કે જે ભાંગી રહી છે કે ખોટું વર્તન કરી રહી છે

Red Hat Enterprise Linux 4 Update 5 માં frysk ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ એ ટેક્નોલોજી પૂર્વદર્શન છે, કે જ્યાં frysk આદેશ વાક્ય ઈન્ટરફેસ સંપૂર્ણપણે આધારભૂત છે.

કર્નલ નોંધો

આ વિભાગ કર્નલ સંબંધિત સુધારાઓની યાદી આપે છે.

સામાન્ય કર્નલ નોંધો

  • CONFIG_SERIAL_8250_MANY_PORTS એ 64 સુધી વધી ગયેલ છે.

  • sata_nv મોડ્યુલ હવે diskdump ને આધાર આપે છે.

  • acpiphp ડ્રાઈવર હવે બ્રીજવાળા એડેપ્ટરો માટે ACPI-આધારિત હોટપ્લગને આધાર આપે છે.

  • (x86;x86_64) ઉમેરાયેલ પેરાવર્ચ્યુઅલાઈઝેશન મહેમાન આધાર

  • CIFS (Common Internet file system) એ આવૃત્તિ 1.45 માં સુધારાઈ ગયેલ છે

પ્લેટફોર્મ-સંબંધિત સુધારાઓ

  • MSI ને SHPC (Standard Hot Plug Controllers) માટે PXH6700 અને PHX6702 સિસ્ટમો પર નિષ્ક્રિય કરવા માટે ઉમેરાયેલ ક્ષમતાઓ; આ સિસ્ટમો તેની જગ્યાએ લીગસી intX સ્થિતિ વાપરશે

  • Intel ICH9 ચિપસેટો હવે આધારભૂત છે

  • PowerNow! (નવા આવૃત્તિ નિયંત્રણ સાથે) એ હવે H206 પ્રોસેસર પર આધારભૂત છે

  • PowerNow! ડ્રાઈવર પરનો ટાઈમર સ્ક્યુ મુદ્દો હવે સુધારાઈ ગયેલ છે

  • ક્વોડ-કોર પ્રોસેસરો હવે આધારભૂત છે

  • RDTSCP (Read Time-Stamp Counter Pair), સૂચન કે જે પ્રોસેસરની સમય નોંધ વાંચવામાં સારું રીઝોલ્યુશન પૂરું પાડે છે, તે હવે આધારભૂત છે

  • MCE Thresholding એ હવે AMD 0x10 પ્રોસેસરો પર આધારભૂત છે

  • PCI-Express એ હવે SGI Altix પ્લેટફોર્મ માટે આધારભૂત છે

  • SHUB2 હવે આધારભૂત છે

ડ્રાઈવરો અને હાર્ડવેરના આધારમાં ફેરફારો

  • Sealevel 8-પોર્ટ સીરીયલ કાર્ડો હવે આધારભૂત છે

  • નવું PWC (Philips Web Cam) ડ્રાઈવર ઉમેરાયેલ છે કે જે webcam મોડેલોના મોટા વિસ્તારને આધાર આપે છે

  • IBM Advanced Management Module 2 એ USB સ્ટોરેજ વીશલીસ્ટમાં USB ઉપકરણો માટે ઘણાબધા LUNs (Logical Unit Numbers) સાથે ઉમેરાઈ ગયેલ છે

  • EDAC (Error Detection and Correction) એ હવે AMD Opteron પર આધારભૂત છે

  • આવૃત્તિ 1.0.9 માં સુધારાયેલ Alsa ડ્રાઈવર

  • Broadwater પ્લેટફોર્મો માટે ઉમેરાયેલ Alsa આધાર

  • સુધારાયેલ LMSensors smsc47b397 ડ્રાઈવર

  • આવૃત્તિ 1.0.109-k2 માં સુધારાયેલ ixgb ડ્રાઈવર

  • આવૃત્તિ 2.2LK માં સુધારાયેલ r8169 નેટવર્ક ડ્રાઈવર

  • Pathscale IB એડેપ્ટર હવે આધારભૂત છે

  • Qlogic iSCSI હાર્ડવેર આરંભ કરનારને આધાર આપવા માટે ઉમેરાયેલ qla4xxx ડ્રાઈવર. એ જ હાર્ડવેર પર LAN જોડાણો પૂરા પાડવા માટે ઉમેરાયેલ qla3xxx ડ્રાઈવર પણ.

  • OFED 1.1 માં સુધારાયેલ Infiniband આધાર

  • Intel Pro/1000 PT એડેપ્ટર, ICH8 LAN, અને Intel Dual Port 1Gb Ethernet PCI-Express એડેપ્ટરને આધાર આપવા માટે સુધારાયેલ e1000 ડ્રાઈવર

  • આવૃત્તિ 1.4.43-rh માં સુધારાયેલ BNX2 ડ્રાઈવર

  • Broadcom BCM5787M, Broadcom 5715 PCIExpress એડેપ્ટર અને Broadcom 5704S ચીપને આધાર આપવા માટે આવૃત્તિ 3.64-rh માં સુધારાયેલ Broadcom TG3 ડ્રાઈવર

  • SAS/SATA ને આધાર આપવા માટે સુધારાયેલ ipr ડ્રાઈવર

  • LSI Logic SAS ZCR એ હવે આધારભૂત છે

  • sata ડ્રાઈવર હવે ULi M5289 SATA નિયંત્રકને આધાર આપે છે

  • સુધારાયેલ cciss ડ્રાઈવર

  • SLIM એક્સપાન્સન કાર્ડને JS21 પર આધાર આપવા માટે સુધારાયેલ qla2xx ડ્રાઈવર

  • આવૃત્તિ 3.02.73rh માટે સુધારાયેલ MPTSAS ડ્રાઈવર

  • સુધારાયેલ LSI MegaRAID ડ્રાઈવર

  • 8139cp નેટવર્કીંગ ડ્રાઈવર હવે netdump ને આધાર આપે છે; આ સંપૂર્ણપણે વર્ચ્યુઅલાઈઝ થયેલ Red Hat Enterprise Linux 4 મહેમાનોને netdump ચલાવવા માટે સક્રિય કરે છે

( x86 )