નેટવર્કનું રુપરેખાંકન

કોઈપણ નેટવર્ક ઉપકરણ કે જે તમારી પાસે છે તે આપોઆપ સ્થાપન કાર્યક્રમ દ્વારા શોધી શકાય છે અને નેટવર્ક ઉપકરણો ની યાદીમાં દેખાડાય છે.

નેટવર્ક ઉપકરણ રુપરેખાંકિત કરવા માટે, પ્રથમ ઉપકરણ પસંદ કરો અને ફેરફાર કરો બટન પર ક્લિક કરો. ઈન્ટરફેસમાં ફેરફાર કરો સ્ક્રીનમાં, તમે DHCP દ્વારા રુપરેખાંકિત થયેલ IP અને નેટમાસ્ક જાણકારી પસંદ કરી શકો છો અથવા તેને જાતે દાખલ કરી શકો છો. તમે બુટ થવાના સમયે પણ ઉપકરણને સક્રિય કરવાનું પસંદ કરી શકો છો.

જો તમારી પાસે DHCP ક્લાઈન્ટ વાપરવાનું નહિં હોય અથવા તમે આ કઈ જાણકારી છે તે વિશે અચોક્કસ હોય, તો મહેરબાની કરીને તમારા નેટવર્ક સંચાલકનો સંપર્ક કરો.

જો તમારી સિસ્ટમ એ મોટા નેટવર્કનો ભાગ હોય કે જ્યાં યજમાનનામો DHCP દ્વારા નક્કી થયેલા હોય, તો આપોઆપ DHCP મારફતે પસંદ કરો. નહિંતર, જાતે પસંદ કરો અને તમારી સિસ્ટમ માટે FQHN-આધારિત યજમાનનામ દાખલ કરો (જેમ કે name.example.com). જો તમે આમ નહિં કરો, તો તમારી સિસ્ટમ "localhost" તરીકે ઓળખાશે.

છેલ્લે, જો તમે IP અને નેટમાસ્ક જાણકારી જાતે દાખલ કરેલી હોય, તો તમે ગેટવે સરનામું અને પ્રાથમિક, ગૌણ, અને તૃતિય DNS સરનામાઓ પણ દાખલ કરી શકો છો.